કરવી છે કોલ ડ્રોપની ફરિયાદ? તો આ નંબર જોડો અને નોંધાવો ફરિયાદ

નવી દિલ્લી: કેન્દ્ર સરકારે કોલ ડ્રોપનો રિપોર્ટ કરવા માટે ટોલ ફ્રી નંબર 1955 લાવવાની તૈયારી કરી રહ્યા છે. તે જે કોલ ડ્રોલની સમસ્યાનો સામનો કરી રહ્યા છે જે 1955 પર કોલ કરીને પોતાનો રિપોર્ટ નોંધાવી શકે છે.

સરકારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે શોર્ટ કોડ 1955, કોલ ડ્રોપના IVRS સિસ્ટમ માટે અલોટ કરવામાં આવ્યો છે. નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ટેલીકોમ વિભાગમાં સર્વિસ પ્રોવાઇડરને પાઠવવામાં આવેલા એક પત્રમાં કહેવામાં આવ્યું છે કે 1955 નંબર તમામ લોકો મહત્ત્વપૂર્ણ છે સાથે જ આ લોકલ અને એસટીડી નંબર પર પણ કામ કરવા ચાહે છે.

રાજ્યમાં MTNL સમૂહના આ શોર્ટ કોડને કોન્ફરિંગ કરવા માટે કહેવામાં આવ્યું છે. કહેવામાં આવ્યું છે કે ટેલીકોમ ઓપરેટર્સ કોઈ પણ પ્રકારના એકીકરણ, સારસંભાળ, સંચાલન ખર્ચ, એમટીએનએલ પાસેથી નહિ લઈ શકે.

જ્યારે આ મુદ્દે સેલ્યુલર ઓપરેટર્સ એસોશિએશન ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે આગળની ટેક્નોલોજી સ્પષ્ટીકરણ માટે ડીઓટી સાથે સંપર્ક કરવામાં આવ્યું છે. સીઓએઆઈના નિર્દેશક એસ મેથ્યુઝે કહ્યું છે કે ઇન્ડસ્ટ્રી કોલ ડ્રોપની સમસ્યાને ઓછી કરવા માટે સરકારે સાથ આપવા માટે તૈયાર છે.

You might also like