શું તમને ખબર છે ફાંસીની સજા આપ્યા બાદ જજ પેનની અણી શું કામ તોડી દે છે?

ફિલ્મોમાં તમે એવા ઘણા સીન જોયા હશે કે જેમાં જજ ફાંસીની સજા આપ્યા બાદ પોતાની પેનની અણી તોડે છે પરંતુ એની પાછળ શું કારણ છે એ તમને ખબર હશે નહીં. આ પ્રશ્નનો તમારા મનમાં પણ આવ્યો હશે કે ફાંસીની સજા આપ્યા બાદ જજ આ પેનની અણી કેમ તોડે છે તો એ પ્રશ્નનો જવાબ અમે આપીએ છીએ કે આવું કરવા પાછળ કારણ શું છે.

આપણા કાયદામાં ફાંસીની સજા સૌથી મોટી સજા છે. કારણે કે એ સજાથી વ્યક્તિની જીંદગી પતી જાય છે, એટલે જજ સજા આપ્યા બાદ પેનની અણી તોડી દે છે અને આશા વ્યક્ત કરે છે કે આગળ આવું ઘોર પાપ ના થાય. સાથે સાથે એનો અર્થ એ પણ થાય છે કે એક વ્યક્તિની જીવન લીલા સમાપ્ત થઇ જાય છે એટલા માટે જજ સજા આપ્યા બાદ પેનની અણી તોડે છે કારણ કે એ પેનનો ફરીથી ઉપયોગ થઇ શકે નહીં.

સૈદ્ધાંતિક રીતે ”Death Sentence” કોઇ પણ ઘોર પાપના કાનૂની કાયદા માટે કરારની છેલ્લી એક્શન હોય છે, જેને કોઇ પણ અન્ય પ્રક્રિયા દ્વારા બદલવામાં આવે નહીં. જ્યારે નિર્ણયમાં પેનથી “Death” લખી દેવામાં આવે છે, તો એ ક્રમમાં પેનની અણીને તોડી નાંખવામાં આવે છે, કારણ કે વ્યક્તિ સાથે પેનનું પણ મૃત્યુ થઇ જાય.

સામાન્ય રીતે એવું પણ માનવામાં આવે છે કે કદાચ નિર્ણયને પોતાની રીતે અલગ રાખવા માટેનો આ નિર્ણયને લઇને થતાં પ્રાયશ્વિત અથવા અપરાધનો ભાર લઇને જજ પેનની અણી તોડી દે છે. એક વાર ફેંસલો લખાઇ ગયા બાદ અને પેનની અણી તોડી દીધા બાદ ખુદ જજને પણ અધિકાર નથી હોતો કે એ જજમેન્ટની એ સમીક્ષા કરી શકે અથવા એ નિર્ણયને બદલે અથવા એ નિર્ણય પર ફરીથી વિચારી શકે.

visit: http://sambhaavnews.com/

You might also like