બોલિવુડને મળી ગયો નવો સીરિયલ કિસર

મુંબઇઃ ઇમરાન હાશ્મી બોલિવુડના સીરિયલ કિસર તરીકે જાણી તો છે, ત્યારે ઇમરાન હાશ્મી સિવાય અન્ય એક કલાકાર પણ આ હોળમાં આવી ગયો છે અને તે છે ટાઇગર શોફ.

ટાઇગર અત્યાર સુધી બોલિવુડમાં બે ફિલ્મો કરી ચૂક્યો છે એક તો હીરોપંતી અને બીજી બાગી. તેની ત્રીજી ફિલ્મ ધ ફ્લાઇંગ જટ્ટ જલ્દી રિલીઝ થવા જઇ રહી છે. તે પોતાની અત્યાર સુધીની બધી જ ફિલ્મોમાં હિરોહિનો સાથે લિપલોક કરતો જોવા મળ્યો છે. ત્યારે તે હવે સીરિયલ કિસરનો ખિતાબ લેવા ઇચ્છતો હોય તેવું લાગી રહ્યું છે.

હીરોપંતીમાં ટાઇગરે પોતાની કો સ્ટાર કૃતિ સૈનન સાથે રાત ભર ગીતમાં કિસ કરી હતી. કૃતિની આ પહેલી ફિલ્મ હતી. ત્યાર બાદ બાગીમાં પોતાની કો સ્ટાર શ્રદ્ધા કપૂર સાથે વરસાદના ગીતમાં કિસ કરતો જોવા મળ્યો હતો. ત્યારે હાલમાં જ તેનો બેફિક્રી મ્યૂઝિક વીડિયો રિલીઝ થયો છે જેમાં પોતાની રિયલ લાઇફ ગર્લફ્રેન્ડ દિશા પાટની સાથે પણ તે કિસિંગ સીન કરતો જોવા મળી રહ્યો છે.

ત્યારે ટાઇગર ફરી એક વખત કિસિંગ મોડમાં આવી ગયો છે. ફ્લાઇંગ જટ્ટમાં તે બીટ પે બૂટી ગીતમાં જેકલીન ફર્નાડિસ સાથે લિપ લોક કરતો જોવા મળી રહ્યો છે. જોકે કિસિંગ સીન સ્ક્રિપ્ટનો ભાગ ન હતો. પરંતુ રેમો ઇચ્છતો હતો કે બંને નજીક આવીને ડાન્સ કરે અને જો જરૂર લાગે તો તેઓ કિસ કરી શકે છે.

You might also like