જાણો છો ક્યાંથી આવ્યા સમોસા? ભારતમાંથી નહિ, વાંચો સમોસાની હિસ્ટ્રી

અમદાવાદ: ચા સાથે ગરમા ગરમ સમોસાનું નામ સાંભળીને કોનાથી રહેવાય. આપણા દેશમાં અને વિદેશોમાં પણ સમોસા ઘણા લોકપ્રિય અને બેસ્ટ ફાસ્ટફૂડ ગણાય છે. ભારતભરમાં સમોસા ઘણી દુકાનો અને ઘણા સ્વાદ માટે વખણાય છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે સમોસાનું શોધ ભારતમાં નથી થઈ પરંતુ ઇજિપ્તમાં થઈ હતી.

13-14મી સદીમાં વેપારીઓ સાથે મધ્ય એશિયાથી થઈને સમોસા ભારત પહોંચ્યા હતા અને ત્યારથી લઈને આજ સુધી ભારતીઓનો સૌથી મનગમતો નાસ્તો સમોસા બની ગયો છે. આવો જાણીએ સમોસા વિશે કેટલીક રસપ્રદ વાતો.

ઇતિહાસકારો માને છે કે દસમી સદીમાં મધ્ય એશિયામાં સમોસા એક વ્યંજન તરીકે સામે આવ્યું હતું. 13-14મી સદીમાં વેપારીઓ એકથી બીજા દેશમાં ફરતા ફરતા તેઓ મધ્ય એશિયા થઈને ભારતમાં આવ્યા હતા. અને ત્યાર બાદ સમોસા ભારતીયોમાં ઘણા જ લોકપ્રિય બની ગયા હતા. 16મી સદીના મોગલ કાળના દસ્તાવેજો આઇને અકબરીમાં પણ સમોસાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સમોસા અલગ અલગ ભાષામાં ઘણા નામો ધરાવે છે. જેમ કે અંગ્રેજીમાં સમોસાને સમોસા જ કહેવામાં આવે છે પરંતુ બંગાળ, ઝારખંડ અને ઉડીસામાં સિંઘાડા તરીકે ઓળખવામાં આવે છે. હૈદરાબાદમાં સમોસાનું નાનું વર્ઝન જોવા મળે છે. જેના એક પ્રકારના સમોસાના અંદરના મસાલામાં મીટ પણ હોય છે. મધ્ય એશિયામાં સમોસાને સમ્સા અને ઇરાનમાં સન્બુસે નામથી ઓળખવામાં આવે છે.

You might also like