શરીર માટે જાણો છો કયું વિટામિન સૌથી વધુ જરૂરી છે?

અમદાવાદ: શરીરમાં વિટામિનની ઉણપ ઘણી ગંભીર સાબિત થઈ શકે છે. શરીર માટે જુદાં જુદાં વિટામિનો જરૂરી છે. વિટામિન ડીની કમીને કારણે બાળકોમાં રિકેટ નામના હાડકાંની બિમારી થઈ જાય છે, આ વિશે તમે ઘણું સાંભળ્યું હશે. પરંતુ વિટામિન ડીની ઉણપને કારણે ઘણા રોગો થાય છે. સ્વાભાવિક છે કે વિટામિન ડી લેવાથી ઘણા ફાયદા થાય છે.

યૂએસ સ્થિત વિટામિન ડી કાઉન્સિલના સંસ્થાપક અને સાઇકિયાટ્રિસ્ટ ડો. જોન કેનલ કહે છે, રિસર્ચથી જાણવા મળે છે કે ગરમીમાં એથલીટોનું પર્ફોર્મન્સ શિયાળાની તુલનામાં ઘણું સારું હોય છે. વિટામિન ડી મસલ્સ ફાઇબરના વિકાસને સ્ટીમ્યુલેટ કરે છે. લોહિમાં ઉચ્ચ સ્તરનું સંતુલન અને પ્રતિક્રિયાનું ટાઇમિંગ પણ સુધરે છે.

વૈજ્ઞાનિકોએ ઘણાં એવી સાબિતીઓ મળી રહી છે કે વિટામિન ડીના ઉચ્ચ સ્તરની હાજરીને કારણે જીવનમાં આગળ ચાલીને ડાયાબિટીઝ અને હાર્ટ ડિસિઝ જેવી જીવલેણ બીમારીઓ ઘણી હદ સુધી રોકી શકાય છે. ગયા વર્ષે ટાઇપ -2 ડાયાબિટીઝના 90 ટકા દર્દીઓ પર કરવામાં આવેલા એક ખાસ અભ્યાસ પ્રમાણે વિટામિન ડીવાળા યોગર્ટ પીનારા મરીઝોમાં બ્લડશૂગર અને વજન સામાન્ય યોગર્ટ પીનારા લોકોની સરખામણીમાં જલદીથી કંટ્રોલ થયું.

You might also like