શું તમને Smart Phoneમાં પાસવર્ડને લઇને આ ફીચરની છે જાણ…

હવે મોટા ભાગના લોકોનું કામ મોબાઇલ પર આધારિત થઇ ગયું છે. ઇન્ટરનેટ સર્ફિંગ, ઇ-મેઇલ, ઑનલાઇન બેન્કિંગ, સોશિયલ મીડિયા અૅક્ટિવિટી એમ બધું જ સ્માર્ટ ફોન પર આધા‌િરત હોય છે. સ્માર્ટ ફોનમાં ઘણો બધો અંગત અને સેન્સિટિવ ડેટા હોય છે.

એમ છતાં મોટા ભાગના લોકો સ્માર્ટ ફોનનો ડેટા પ્રોટેક્ટ કરવા માટે જાગૃત નથી. રશિયા સ્થિત સાયબર સિક્યોરિટી કંપની કૅસ્પર સ્કાય લૅબ દ્વારા થયેલા સર્વેમાં બહાર આવ્યું છે કે ૪૮ ટકાથી ઓછા લોકો પોતાના મોબાઇલ ડિવાઇસને પાસવર્ડથી પ્રોટેક્ટ રાખે છે. માત્ર ૧૪ ટકા લોકો જ ફોનમાંથી ફાઇલ્સ અને ફોલ્ડર્સને એન્ક્રિપ્ટ કરે છે, જેથી અનઑથોરાઇઝ્ડ વ્યક્તિ કોઇ ડેટા અૅક્સેસ ન કરી શકે.

You might also like