… તો આ કારણે વધુ ઇન્ટેલિજન્ટ અને એક્ટિવ હોય છે મોટાં ભાઈ-બહેનો

લંડન: મોટા ભાઈ-બહેનોની બુદ્ધિ અને વિચારવાની ક્ષમતા પોતાના નાના ભાઈ-બહેનોની સરખામણીમાં વધુ સારી હોય છે કેમ કે શરૂઆતના વર્ષોમાં તેઓના માતા-પિતા તરફથી તેઓને વધુ માનસિક પ્રોત્સાહ્ન મળે છે. એવા નવા અભ્યાસમાં આ વાતનો દાવો કરવામાં આવ્યો છે.

બ્રિટનના એડિનબર્ગ વિશ્વવિદ્યાલયના સંશોધકોને જાણવા મળ્યું છે કે ઘરમાં મોટો બાળકોનો આઈક્યૂ તેઓના નાના ભાઈ-બહેનોની સરખામણીમાં સારો હોય છે. જો તમામ બાળકોને માતા-પિતા બરાબર રીતે લાગણીમય મદદ આપે છે તો પ્રથમ બાળકને વધુ મળે છે, જેના કારણે તેની વિચારવાની ક્ષમતા વિકસિત થાય છે.

સંશોધકોએ કહ્યું કે આ અભ્યાસના પરિણામથી જન્મના ક્રમની અસરોને સમજવામાં મદદ મળી શકે છે. મોટા ભાગે એવું જોવા મળ્યું છે કે મોટા બાળકો પછીથી વધુ વેતન મેળવે છે અને વધુ શિક્ષણ હાંસલ કરે છે. તેમણે યૂએસ ચિલ્ડ્રેન ઓફ દ નેશનલ લોન્ગિચ્યૂડિનલ સર્વે ઓફ યૂથના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. આ અભ્યાસને જર્નલ ઓફ હ્યુમન રિસોર્સિઝમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

You might also like