શું તમે જાણો છો કેમ જીન્સમાં હોય છે નાનુ પોકેટ

જીન્સ પહેરવાનો ક્રેઝ બધાને હોય છે, તેમાં પણ બ્રાન્ડ જીન્સ પહેરવાની મજા જ કાંઇક અલગ હોય છે. તેમાં વ્યક્તિની પર્સનાલિટી ઉભરાઇ આવે છે. પણ આજે વાત કરીએ જીન્સમાં આવતા પોકેટની. તો સામાન્ય રીતે જીન્સમાં બે આગળ બે પાછળ અને એક નાનુ પોકેટ હોય છે. જેનો ઉપયોગ લોકો વિવિધ રીતે કરે છે. પરંતુ ખરેખર આ નાનું પોકેટ કેમ રાખવામાં આવ્યું છે તેનાથી મોટાભાગના લોકો અજાણ છે.

આ નાનું પોકેટ સૌથી જૂના જીન્સમાં કે જે લગભગ 1879ની સાલમાં બનતા હતાં તેમાં જોવા મળે  છે. જે અંગે સૌથી જુની કંપની  levi’s  પોતાના બ્લોગમાં જણાવ્યું છે. આ નાનું પોકેટ વાસ્તવમાં ઘડિયાળ રાખવા માટે બનાવવામાં આવ્યું છે. તેમના પ્રમાણે દુનિયાનું સૌથી પહેલું બ્લ્યુ જીન્સ માત્ર 4 પોકેટનું હતું, એક પાછળ અને બે આગળ જ્યારે એક નાનું પોકેટ ઘડિયાળ રાખવા માટે.

1800માં કાઉબોયઝ ચેન વાળી ઘડિયાળનો જમાનો હતો. તે સમેય levi’sએ પેન્ટના ખીસ્સામાં એક નાનું પોકેટ રાખ્યું હતું. જેથી તેમાં ઘડિયાળ રાખી શકાય. તેમાં ઘડિયાળ પડી જવાનો પણ ડર નથી હોતો કે નથી તેને સ્ક્રેચ પડતા. પરંતુ સમય સાથે ઘડિયા પહેરવાની રીત બદલાઇ સાથે જ પોકેટનો ઉપયોગ કરવાની રીત પણ બદલાઇ ગઇ.

You might also like