જાણો એક દિવસમાં કેટલું ઊંઘે છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ન્યૂઝ ચેનલમાં આપેલા એક ઇંટર્વ્યૂમાં પોતાની આદતો વિશે જણાવ્યું છે, જેના વિશે કોઈએ કદાચ જ વિચાર્યું હશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે તે દિવસમાં કેટલી વાર સુધી કામ કરે છે અને કેટલી ઊંઘ એક દિવસમાં લે છે. તેમની આ આદતને જાણીને તમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આદત યાદ આવી જશે અને તેમને ખ્યાલ આવી જશે કે મોદી અને ટ્રમ્પમાં બીજી એક સામ્યતા પણ છે.
એક ટીવી શોમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે તે કલાકો સુધી કાર્યરત રહે છે અને માત્ર 4થી 5 કલાક જ ઊંઘ લે છે. ટ્રમ્પના જણાવ્યા પ્રમાણે તે એક વર્કોહોલિક વ્યક્તિ છે. ટ્રમ્પે એક ઇંટર્વ્યૂમાં કહ્યું હતું કે તે રાત્રીના 12 વાગ્યા સુધી અથવા તો એક વાગ્યા સુધી કામ કરે છે. ત્યાર પછી પાંચ વાગ્યે ઊઠી જાય છે. પછી નાશ્તો કરે છે, છાપું વાંચે છે અને ટેલિવિઝન જુએ છે. ટ્રમ્પે કહ્યું કે તેમના કાર્યરતની શરૂઆતના સમયે તે તમામ વસ્તુની મોટી સાઇઝથી લઈને ઘણા હેરાન હતા.
તેમણે કહ્યું હતું કે તેમના માટે એક કાલ્પિનિક અનુભવ હતો. પછી તેમણે એ કહેવાની ભૂલ કરી કે તેમણે જેનાથી બહાર આવવું પડશે કેમ કે હજી ઘણું કામ બાકી છે. ટ્રમ્પની ઊંઘવાની આદત નરેન્દ્ર મોદી જેવી જ છે.

You might also like