શું આ તમે જાણો છો? શાસ્ત્રો વિશે

શાસ્ત્રો અંગે આપણે ઘણી વાતો જાણતા નથી. છતાં પરાપૂર્વથી ચાલી આવતી પરંપરા મુજબ આપણે આણા વડીલો જેમ કરતા આવ્યા હોય તેમ કરીએ છીએ. કારણ છે આજના સમયની વ્યસ્તતા આજે સમય એટલો બધો ઝડપી થઈ ગયો છે કે આપણી પાસે સામાન્ય કે અસામાન્ય બાબતો અંગે વિચારવાનો સમય જ નથી. આજે આપણે અહીં કેટલીક વાત એવી કરવા માગીએ છીએ કે આ અંગે લગભગ તમે ખાસ કાંઈ જાણતા નહીં હો. આવો, ઝાઝું પિષ્ટિપિંજણ કર્યા સિવાય આપમે મૂળ વાત તરફ દૃષ્ટિપાત કરીએ.

ભગવાનના મંદિરમાં પૂર્વજોનો ફોટો: 

આપણાં શાસ્ત્રોમાં ૩૩ કરોડ દેવી દેવતાનો ઉલ્લેખ જોવા મળે છે. તેમનાં નામ પણ આપણે જાણતા નથી. છતાં ઘરનાં પૂજાસ્થાનમાં આપણા પૂર્વજોએ જે દેવ દેવીને સ્થાપના કરી હોય છે તેમનું પણા આપણી શ્રદ્ધાથી પૂજન કરતા હોઈએ છીએ. આપણાં ઘર મંદિરમાં જે પણ દેવી દેવતા હોય તેનું શ્રદ્ધાથી પૂજન કરો. પરંતુ એક વાત ખાસ યાદ રાખો કે ઘરનાં પૂજા સ્થાનમાં આપણાં માતા પિતા, દાદા દાદી કે અન્ય કોઈ પણ સ્વજનનો ફોટો ન રાખશો. તેમાં કોઈ જ મૃતાત્માનું ચિત્ર મૂકશો નહીં. જ્યારે આપણે દેવની પૂજા કરીએ ત્યારે જો મૃતાત્માનું ચિત્ર પૂજાસ્થાનમાં આપણને દેખાઈ જાય તો આપણું ચિત્ત શક્ય છે કે તેમની યાદ પાછળ દોડે અને આપણે એકાગ્રતાથી દેવપૂજન ન કરીએ. આપણું ચિત્ત આપણાં સ્વજન સાથેની યાદમાં ડૂબી જાય અને આપણું મન ભટકતાં આપણી પૂજા વિધિમાં ભંગ પડે.

આપણું મન તેમની યાદમાં દુઃખદ ક્ષણો યાદ કરી બેસે છે. પરિણામે આપણી સમગ્ર એકાગ્રતાનો ભંગ થાય છે. મન આપણું નકારાત્મક ભાવમાં ડૂબી જાય છે. આથી, આપણું દેવપૂજન ખંડિત થાય છે. પરિણામે આપણે ગમે તેટલી ભક્તિ કરીએ છતાં આપણું ચિત્ત ભગવત્ પૂજનમાં એકચિત્ત ન થતાં ભગવાનની પૂજાનું ફળ આપણને મળતું નથી.

શું એકાદશીએ ચોખા ખવાય?
શાસ્ત્રોમાં તથા વિષ્ણુમહાપુરાણમાં સ્પષ્ટ આદેશ છે કે આપણા બારેય માસ દરમિયાન આવતી સુદ અને વદની એકાદશી ભગવદ, ભક્તોએ અવશ્ય કરવી જોઈએ. એકાદશી કરવાથી ભગવાન વિષ્ણુની પ્રસન્નતા મેળવી શકાય છે. દરેક એકાદશીનું અલગ અલગ મહત્ત્વ તથા માહાત્મ્ય છે. કોઈ એકાદશી આપણને પુત્રનું સુખ આપે છે તો કોઈ એકાદશી કરવાથી અપાર વૈભવ તો કોઈ એકાદશી આપણને મોક્ષ આપે છે.

એકાદશીને આપણે અગિયારશ તરીકે ઓળખીએ છીએ. આ તિથિ સર્વ તિથિઓમાં શ્રેષ્ઠ હોવાથી ભગવાન વિષ્ણુને પણ ખૂબ પ્રિય છે. ભગવાન વિષ્ણુનંુ પૂજન જો કોઈ ભક્ત એક દિવસ પણ સાચા હૃદયથી કરે તો તેના અનેક ભવ સુધરી જાય છે. તો તેમને પ્રિય એવી અગિયારશ કરવાથી કેટલાં બધાં પુણ્ય મળે? અિગયારશે ચોખા ન ખાવા તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. ચોખા જલજ વનસ્પતિમાંથી ઉત્પન્ન થાય છે. જળમાં અનેક જીવજંતુ હોય છે. તેથી તથા ચોખા અનાજ હોવાથી અગિયારશને દિવસે સંપૂર્ણ ઉપવાસ કરવાનો હય છે. ઉપવાસ કરવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. વળી, ચોખા જલજ આહાર હોવાથી આપણે જો ચોખા ખાઈએ તો જાણ્યે અજાણ્યે આપણે જીવ હિંસા આચરી બેસીએ છીએ. તેથી અગિયારશે ચોખા ન ખાવાનું શાસ્ત્રોમાં સ્પષ્ય વિધાન છે.
વળી, અિગયારશે ચોખા આપણે ખાઈએ તો આપણામાં આળસ તથા તંદ્રા મળે છે. જેથી આપણાં પૂજનમાં તથા મનની શાંતિમાં ભંગ પડે છે. પરિણામે એકાદશીએ ચોખા ન ખાવાનું વિધાન છે.

You might also like