સેલેરી સાથે મળે છે આ 8 અલાઉન્સ, શું તમે જાણો છો?

જો તમે નોકરી કરો છો અને દર મહિને કમારા અકાઉન્ટમાં સેલેરી આવે છે તો કદાચ જ તમે તમારા સેલેરી સ્લિપમાં છુપાયેલા અલાઉન્સ માટે જાણતા હશો. જો તમે નથી જાણતા તો અમે તમને જણાવીશું. તો ચલો જાણીએ આ અલાઉન્સ માટે.

ટ્રાન્સપોર્ટ અલાઉન્સ
જો ટ્રાન્સપોર્ટ અલાઉન્સ તમારી કંપની દ્વારા આપવામાં આવે છે તો એ તમારી સેલેરીનો ભાગ છે. જેમાં દર વર્ષે તમે 19200 રૂપિયાના TA પર ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ અલાઉન્સ ફિઝિકલી ચેલેન્જડ વ્યક્તિઓ માટે 32000 રૂપિયા વર્ષના છે.

HRA
જો તમારી સેલેરી સ્લિપમાં ઘરના ભાડાનો સમાવેશ થાય છે અને તમે ભાડાના ઘરમાં રહો છો તો તમે એની પર ટેક્સ ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરી શકો છો. આ ડિસ્કાઉન્ટ તમને કેટલાક નિયમ આધાર પર મળશે. પરંતુ તમે કોઇ પણ પ્રકારનું ભાડું આપતાં નથી તો સેલેરીમાં મળનારો પૂરો HRA ટેક્સયુક્ત હશે.

લીવ ટ્રાવેલ અલાઉન્સ
કેટલીક કંપનીઓ પોતાના કર્મચારીઓને ટ્રાવેલ અલાઉન્સ પણ પૂરું પાડે છે. જો તમને પણ LTA મળે છે તો તમે ટેક્સ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. એલટીએમાં હવાઇ યાત્રા અને ટ્રેનની યાત્રાનું ભાડું બસનો સમાવેશ થાય છે.

ડિયરનેસ અલાઉન્સ
તમને જણાવી દઇએ કે DA મોટાભાગે સરકારી કર્મચારીઓને જ મળે છે, પરંતુ ઘણી વખત પ્રાઇવેટ કંપનીઓ પણ આ ઓફર આપે છે. જો તમને DA મળે છે તો એની પર તમારે ટેક્સ ચુકવવાનો હોય છે.

મેડિકલ રિઇમ્બર્સમેન્ટ
જો તમારી સેલેરીમાં મેડિકલ રિઇમ્બર્સમેન્ટનો સમાવેશ થાય છે તો તમે 15 હજાર રૂપિયા સુધીનું અલાઉન્સ પર ટેક્સ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. મેડિકલ રિઇમ્બર્સમેન્ટ તમને કંપની દગ્વારા તમને અને તમારા મેડિકલ ખર્ચના વહન કરવા માટે આપવામાં આવે છે.

ફિક્સ્ડ મેડિકલ અલાઉન્સ
જો ફિક્સ્ડ મેડિકલ અલાઉન્સ તમારી સેલેરીનો ભાગ છે તો એની પર તમને ટેક્સ ડિસ્કાઉન્ટ મળ્યું નથી. એને મેડિકલ રિઇમ્બર્સમેન્ટની સાથે ના જોડો, કારણ કે બંને ચીજ અલગ છે.

બાળકોના ભણતર માટે અલાઉન્સ
તમને જણાવી દઇએ કે જો તમને સેલેરીમાં આ અલાઉન્સ મળી રહ્યું છે તો તમે એની પર પણ ટેક્સ પર ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. એ અંતર્ગત દર વર્ષે 1200 રૂપિયા પર ટેક્સ ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ ડિસ્કાઉન્ટ 2 બાળકો પર મળી શકે છે.

યાદ રાખો યોગ્ય વાતો
ઘણી વખત કેટલીકકંપનીઓ પોતાના કર્મચારીઓને કેટલાક સ્પેશિયલ અલાઉન્સ આપે છે એવા અલાઉન્સ પર તમારે ટેક્સ આપવો પડે છે. તમને જણાવી દઇએ કે બાર બજેટમાં ટ્રાન્સપોર્ટ અલાઉન્સ અને મેડિકલ રિઇમ્બર્શમેન્ટ ખતમ કરી દેવામાં આવ્યો છે, એ કારણથી આવતા વર્ષે તમને આ મળશે નહીં.

You might also like