શું ઈસુના જન્મદિવસ તરીકે ઊજવાતી 25મી ડિસેમ્બર તેમનો જન્મદિન નથી?

દુનિયાભરમાં આવતી કાલે એટલે કે 25મી ડિસેમ્બરે ક્રિસમસનો તહેવાર ઊજવવામાં આવશે. પરંતુ શું તમે જાણો છો જે 25મી ડિસેમ્બરને ઈસુનો જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે એ ખરેખર ઈસુની જન્મ તારીખ છે કે કેમ?

ઍન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાના જણાવ્યા પ્રમાણે ખ્રિસ્તીઓની શરૂઆતનાં ૨૦૦ વર્ષ દરમિયાન સંત-મહાત્માની વર્ષગાંઠ ઊજવણીનો સખત વિરોધ કરવામાં આવતો. ઈસુના જન્મદિવસ માટે પણ એ જ લાગુ પડતું હતું.’ કેમ કે ખ્રિસ્તીઓ જન્મદિવસની ઊજવણીને જૂઠા ધર્મનાં રીતરિવાજ તરીકે ગણતા. તેઓ એમાં કોઈ પણ રીતે ભાગ લેતા નહિ.

સૌથી મહત્ત્વની વાત એ છે કે ઈસુના જન્મની તારીખ બાઇબલમાં ક્યાંય આપવામાં આવી નથી. પરંતુ લોકોએ 25મી ડિસેમ્બરને ઈસુ ખ્રિસ્તની જન્મ તારીખ તરીકે જોડી દીધું અને લોકો એને ઊજવવા લાગ્યા. તો પછી કેવી રીતે આ ઊજવણીની શરૂઆત થઈ?

કેથલિક ચર્ચ માટે રોમન ધર્મમાં ઊજવવામાં આવતો સૂર્યના જન્મદિવસનો તહેવાર નડતરૂપ હતો. રોમન ધર્મમાં ડિસેમ્બર 17થી જાન્યુઆરી 1 સુધી લોકો મોજમજા અને નાચગાન કરીને ઊજવણી કરતા. જે કેથલિક ચર્ચ અને તેના ફેલાવા માટે અવરોધજનક હતું. આમ કેથલિક ચર્ચે 4થી સદીમાં નાતાલ એટલે કે ક્રિસમસની ઊજવણી કરવાનું શરૂ કર્યું. તેઓએ એ જ દિવસે નાતાલ ઊજવવાની શરૂઆત કરી જે દિવસે રોમન લોકો સૂર્યનો જન્મદિવસ ઊજવતા હતા. આમ લોકોને સૂર્યના જન્મદિવસને બદલે ઈસુના જન્મદિવસ ઊજવવા માટે મનાવી લીધા.

You might also like