શું તમારી પાસે પાસપોર્ટ છે? તો અચૂક વાંચો આ ખબર

728_90

નવી દિલ્લી: જો તમારી પાસે પાસપોર્ટ હોય અથવા જો તમારી પાસે પાસપોર્ટ બનાવવા જવાના હો તો આ ખબર તમારા માટે ખૂબ જરૂરી છે. હકીકતમાં પાસપોર્ટના નિયમોને લઈને સરકારે કેટલાક પરિવર્તન કર્યા છે. સરકારે પાસપોર્ટમાં ફેરફાર આસાન કરી દીધા છે. હવે તમે આસાનીથી તમારા પાસપોર્ટમાં જન્મતારીખ બદલાવી શકો છો.

આ સાથે હવે તમે પાસપોર્ટમાં ડિઝિટલ સિગ્નેચરવાળા લગ્ન અને જન્મ પ્રમાણપત્ર આપી શકો છો. સરકારે સૂચના જાહેર કરી છે જેમાં લોકો જન્મ તારીખમાં પરિવર્તન કરાવી શકે છે. ભલે ઇશ્યુ કરેલો પાસપોર્ટ હોય કે જૂનો હોય. તમને જણાવી દઈએ કે આ પહેલાં પાસપોર્ટ ઇશ્યુ કર્યાના પાંચ વર્ષની અંદર જ તમે ડેટ ઓફ બર્થ બદલાવી શકતા હતા.

એવી પણ સૂચના જાહેર કરવામાં આવી છે જેનાથી પ્રક્રિયા ઘણી આસાન બની ગઈ છે, જેથી લોકો આસાનીથી એમ કરી શકે. પાસપોર્ટ કેન્દ્ર દ્વારા આપવામાં આવેલા ડોક્યુમેન્ટ્સના સંતુષ્ટ થવા પર સંબંધિત અધિકારી નવી જન્મતારીખવાળા પાસપોર્ટ ઇશ્યુ કરશે.

You might also like
728_90