શું તમને બધી વાતમાં સેલ્ફી લેવાનું મન થાય છે, તો તમે બીમાર છો..

સ્માર્ટફોન હાથમાં આવ્યો છે ત્યારથી અમુક લોકો ડગલ ને પગલે એમાં ફોટો ખેંચવા લાગ્યા છે. યાદગાર પળોની તસવીર ખેંચી લેવી એ સારી વાત છે, પરંતુ ડગલે ને પગલે કંઈ હોય કે ન હોય સતત સેલ્ફી લીધા કરવા અને પછી જૂના અને નવા સેલ્ફીઓ સરખાવ્યા કરવા એ તમારો નિત્યક્રમ થઈ ગયો હોય તો ચેતવા જેવું ખરું. બ્રિટનની નોટિંગહેમ ટ્રેન્ટ યુનિવર્સિટીના નિષ્ણાતોનું કહેવું છે કે લગાતાર સેલ્ફી લેવાનું મન થયા કરવું અને બેરોકટોક સેલ્ફી લીધા કરવા એ સામાન્ય બિહેવિયર નથી.

એના માટે ખરેખર સારવારની જરૂર છે. આ આદતને સેલ્ફિટિસ નામે નોંધવામાં આવી છે, જો તમે દિવસમાં રોજના ત્રણ સેલ્ફી લેતા હો તો પણ સોશિયલ મીડિયા પર અપલોડ ન કરતા હો તો એ બોર્ડર લાઈન કેસ છે, જ્યારે ત્રણ સેલ્ફી લઈને અપલોડ પણ કરતા હો તો એ એક્યૂટ સેલ્ફિટિસ છે. જે લોકો સેલ્ફી લેવાની આદતને કોઈ રીતે રોકી નથી શકતા, રાઉન્ડ ધ ક્લોક તમને તસવીરો લેવાનું મન થાય છે અને તમે એ મન સંતોષી લો છો તો એ ક્રોનિક સેલ્ફિટિસની નિશાની છે. સેલ્ફી લઈને સોશિયલ મીડિયા પર અપલોડ કરતા લોકોમાં અનેક પ્રકારની સમસ્યા હોઈ શકે છે. તેઓ પોતાનો આત્મવિશ્વાસ વધારવા માગતા હોય છે કાં તો લોકોનું એટેન્શન લેવા માગે છે.

You might also like