આ ઉનાળાના વેકેશનમાં ભારતના ‘ઠંડા રણપ્રદેશ’ મુલાકાત લો

ઉનાળાની ભયંકર ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે લોકો વેકેશનમાં હિલ સ્ટેશન તરફ જવાનો પ્લાન બનાવવા લાગ્યા છે. વેકેશનમાં મોટાભાગના લોકો હિલ સ્ટેશન્સ પર જતા હોય છે, પણ તમે પર્યટકોની ભીડ વાળા હિલ સ્ટેશન પર જાઓ તેના કરતા રણપ્રદેશની પણ મુલાકાત લઈ શકો છો, જી હા અમે વાત કરી રહ્યા છે લેહ-લદાખની. જ્યાં તમે શાંતિ અને સૂકુનની સાથે સાથે ફરવાની પણ ઘણી સારી જગ્યાઓ મળશે.

લદાખને ભારતનો કોલ્ડ ડેઝર્ટ પણ કહેવામાં આવે છે. લદાખનો અનુભવ કોઈ પણ ટૂરિસ્ટ માટે યાદગાર અનુભવ બની શકે છે. આજકાલ તો બાઈક લઈને લદાખ જવાનો ટ્રેન્ડ યુવાનોમાં વધી ગયો છે.

લદાખનું શહેર લેહ:
સમુદ્રના તટથી 3500 મીટરની ઉંચાઈ પર ઉત્તરમાં કુનલુન પર્વત અને દક્ષિણમાં હિમાલય વચ્ચે સ્થિત છે નાનકડું શહેર છે લેહ, જે લદાખનું સૌથી મોટું શહેર છે અને અહીં સૌથી વધારે ટ્રાવેલર્સ આવતા હોય છે.મેના છેલ્લા અઠવાડિયાથી સપ્ટેમ્બર સુધી લદાખની મુલાકાત લઈ શકો છો. અહીં રોડ અથવા હવાઈ માર્ગે પહોંચી શકો છો. રોડમાર્ગથી જવા માંગો તો એક રસ્તો મનાલી અને બીજો રસ્તો શ્રીનગર થઈને જાય છે. બન્ને રસ્તાઓ પર તમને દુનિયાના અમુક સૌથી ઉંચા પાસ જોવા મળશે. મે પહેલા અને સપ્ટેમ્બર પછી અહીં ભારે બરફ જામી ગયો હોવાને કારણે પાસ બંધ હોય છે.

વાતાવરણ:
ઠંડુ રણપ્રદેશ હોવાને કારણે અહીંયા વાતાવરણ અણધાર્યુ રહે છે અને તેના અંગે પૂર્વાનુમાન પણ નથી લગાવી શકાતું. જોતજોતામાં અહીંનું વાતાવરણ બદલાઈ જાય છે. શિયાળામાં અહીંનું તાપમાન 0 ડિગ્રીથી 28 ડિગ્રી વચ્ચે હોય છે, જ્યારે ઉનાળામાં 3 ડિગ્રીથી 30 ડિગ્રી વચ્ચે. અહીં આવનારા ટ્રાવેલર્સને પોતાની સાથે જરુરી દવાઓ રાખવાની સલાહ આપવામાં આવે છે.

જોવાલાયક સ્થળો:
લેહ લદાખનું હેડક્વૉર્ટર છે. લદાખ જોવા માટે ઓછામાં ઓછા 6 દિવસનો સમય લઈને જજો. અને જો તમારી પાસે વધારે સમય હોય અને આખા વિસ્તારને સારી રીતે જોવો હોય તે 1-2 અઠવાડિયાનો સમય પૂરતો છે.

આ રીતે કરી શકો છો પ્લાન:
પહેલા દિવસે(મનાલી વાળા રોડ પર) લેહથી શે, થિક્સે અને હેમિસ મોનેસ્ટ્રી તેમજ સ્તોક પેલેસ અને સિંધુ નદીના કિનારે જઈ શકો છો.

બીજા દિવસે(શ્રીનગર વાળા રોડ પર) લેહથી આલ્ચી અને લિકિર મોનેસ્ટ્રી તેમજ મેગ્નેટિક હિલ જઈ શકો છો.

ત્રીજા દિવસે દુનિયાનો સૌથી ઉંચો રોડ જોઈ શકો છો, નુબ્રા ઘાટી વાળા રોડથી ખારદુંગલા જઈ શકો છો.

આ સિવાય જો સમય હોય તો 2 દિવસ નુબ્રા ઘાટી અને 2 દિવસ પેન્ગોંગ લેક માટે રાખો.

You might also like