શું તમે જાણો છો ભૂજના ભુજિયા કિલ્લાની કેટલીક વાતો

શું તમે ભુજનો પ્રખ્યાત ભુજિયા કિલ્લા જોયા છે? આ તે જ કિલ્લો છે જેણે ભુજને તેનું નામ આપ્યું છે. અને અહીંના રાજવીએ અહીં વર્ષો સુધી શાસન કર્યું છે. આ કિલ્લો હાલ ક્ષતિગ્રસ્ત થયો છે પણ તેમ છતાં ઉપરથી કિલ્લાની ચારે બાજુ કરવામાં આવેલી લાંબી લાંબી દિવાલોને જોવાની પોતાની એક ખાસ મઝા છે.

જો તમને ફોટોગ્રાફીનો શોખ હોય તો આ જગ્યાએ જરૂર જજો ગુજરાતમાં રહેતા તમામ લોકોએ એક વાર તો અમદાવાદથી 330 કિલોમીટર દૂર આવેલ ભૂજની મુલાકાત લેવા જેવી છે. થોડા રાજસ્થાની અને થોડા કચ્છી ટચ સાથે ભુજની પોતાની એક મઝા છે. અને ત્યાં જાવ તો ભુજિયો કિલ્લો જરૂરથી દેખજો. અને તેના આ ભવિષ્ય ઇતિહાસ વિષે જાણો અહીં.

ભુજિયા કિલ્લાનો ઇતિહાસ કચ્છના સમ્રાટ એક રક્ષક કિલ્લાનું નિર્માણ કરવા ઇચ્છતા હતા. જેના કારણે તે મુગલ, રાજપૂત અને સિંધુ શાસકોથી પોતાની પ્રજાને બચાવી શકે. આ માટે જ પ્રથમ રાવ ગોડજીએ 1700 થી 1800 ઇસમાં રાજસી પહાડીમાં આ કિલ્લાનું નિર્માણ કરાવ્યું. જેથી ઊંચાઇ પરથી દુશ્મનો પર નજર રાખી શકાય. ભવ્ય ઇતિહાસ અનેક નાના યુદ્ધા સમેત આ કિલ્લાએ 6 મોટો યુદ્ધ જોયા છે. જેમાં સૌથી લોકપ્રિય કહાની છે મુગલ સુબેદાર શેર બુલંદ ખાનની હારની. જેમાં શેર બુલંદ ખાન આ કિલ્લા પર જીત મેળવવાના જ હતા કે છેલ્લા સમયે નાગ બાબા કબીલાના યુદ્ધોએ કિલ્લામાં ધૂસી શેર બુંદેલ ખાનને સેનાને કારમી હાર આપી ભુજ શાસકોની જીત પાક્કી કરી હતી.

ભુજનું નામ કથા મુજબ નાગા સરદાર ભુજંગે આ વિસ્તાર શાસન કર્યું હતું. માટે જ આ વિસ્તારને ભુજિયો પહાડ કહેવાય છે. અને ભુજંગ સરદારના કારણ જ ભુજનું નામ પડ્યું છે તેવું મનાય છે. ભુજંગ નાગની યાદમાં અહીં એક પ્રસિદ્ધ મંદિર પણ આવેલું છે.

શું છે જોવા લાયક? આ કિલ્લામાં ભુજિયા પહાડનો એરિયલ લૂક અને ભુજંગ નાગ મંદિર બન્ને જોવા લાયક છે. નાગપંચમી વખતે અહીં મેળો પણ લાગે છે. ચોમાસા કે શિયાળાના સમયે આ સ્થળની મુલાકાત લેવા લાયક છે.

You might also like