ડિવાઇડર પર શું કામ લગાવવામાં આવે છે ફૂલ-છોડ?

જ્યારે આપણે મુસાફરી કરતાં હોઇએ ત્યારે ઘણી બધી વાતો આપણા મગજમાં ચાલતી હોય છે. એમાંથી કેટલીક વાતોના જવાબ આપણી પાસે હોતા નથી. પછી આપણે તેના જવાબ શોધીએ છીએ પરંતુ તે મળતાં નથી. આપણે આપણા શહેરમાં ફરીએ છીએ ત્યારે રસ્તા પર ડિવાઇડર લગાવેલા હોય છે. આ વાતની જાણ તો દરેક ને હશે કે રસ્તા બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક બાજુથી લોકો આવે છે. બીજી તરફથી લોકો જાય છે. રસ્તા પર ડિવાઇડર શું કામ લગાવવમાં આવે છે. પરંતુ આ ડિવાઇડર પર ફૂલ-છોડ તેમ લગાવવામાં આવે છે તે તમે જાણો છો? તમે પણ જાણતા નથી એનું કારણ. જો જાણતા નથી તો ચલો જણાવીએ કે ડિવાઇડર પર ફૂપ છોડ કેમ ઉગાડવામાં આવે છે.

હકીકતમાં વાત એવી છે કે ઝાડથી સારું કોઇ પ્રકાશ રોકી શકે નહીં. સામાન્ય રીતે એવું જોવામાં આવે છે રાત્રે જ્યારે રસ્તા પર ગાડીઓ દોડે છે ત્યારે સામે વાળી ગાડીનો પ્રકાશ બીજી તરફ આવતી ગાડીઓ પર તેનો પ્રકાશ સીધો પડે છે. તેનાથી ઘણા વખત ભયંકર ઘટના બને છે.એટલા માટે ડિવાઇડર પર ફૂલ છોડ લગાવવામાં આવે છે. ઝઆડના કારણે રસ્તા પર પ્રદૂષણ પણ થતું નથી.

You might also like