શું તમારા લગ્ન બાકી છે? કરી લો એ પહેલા કેટલાક કામ

લગ્ન એક એવું બંધન છે, જે પતિ પત્નીને એકબીજા સાથે બાંધી દે છે. લોકોને કહેતા પણ આપણે કેટલીક વખત સાંભળ્યા છે કે લગ્ન પછી જીંદગી બદલાઇ જાય છે, તો કેટલાક લોકો એવું પણ કહે છે કે લગ્ન કરવા જ જોઇએ નહીં. જો કે એ ચોક્કસ છે કે લગ્ન બાદ પાર્ટનરે પોતાના દરેક કામ પોતાની પત્ની સાથે મળીને કરવા પડે છે ક્યાં તો પૂછવું પણ પડે છે. એકલા પોતાની મરજીથી કોઈ કામ નથી કરી શકતા. તેથી યુવકે લગ્ન પહેલા એવા કામ કરવા જોઈએ જે ભવિષ્યમાં કદાચ તમને તક મળે નહીં. તો ચલો જાણીએ યુવકે એવા કયા કામો લગ્ન પહેલા કરવા જોઇએ…

યુવકે પોતાના લગ્ન પહેલા જ પોતાની પસંદગીનું ગેજેટ્સ, જેમ કે ટેબ, હાર્ડ ડ્રાઈવ વગેરે ખરીદી લેવું જોઈએ કેમ કે પછી શું ખબર તમારી પત્ની તમને આ વસ્તુઓ ખરીદવા માટે ખર્ચ ન કરવા દે.

તમારા લગ્ન પહેલા જ તમને ગમતી બધી એક્શન ફિલ્મો જોઈ લો કેમ કે લગ્ન બાદ તમારી ફિલ્મોમાં રુચિ બદલાઈ શકે છે.

લગ્ન પહેલા જ પોતાની સ્કુલ, કોલેજ અને સોશિયલ સર્કલના મિત્રોને મળી લો અને પોતાના લગ્ન વિષે જણાવી દો કેમ કે બાદમાં કોઈ મુશ્કેલી ન આવે.

તમારી વાત વાતમાં કસમ ખાવાની આદત લગ્ન બાદ સમસ્યા બની શકે છે. શું ખબર તમારી થનાર પત્નીને વાત વાત પર કસમ ખાનાર વ્યક્તિ પસંદ ન હોય.

લગ્ન પહેલા જ ખાવાનું બનાવવાનું શીખી લો કેમ કે કદાચ થનાર પત્ની તમારાથી પ્રભાવિત થઇ જાય અને તે તમને એક સારા વ્યક્તિ સમજે.

લગ્ન પહેલા પૈસા બચાવવાનું શીખી લો કેમ કે કદાચ અત્યાર સુધી તમને ગમે ત્યાં ખર્ચ કરવાની આદત હોય પરંતુ લગ્ન બાદ તમારે ઘર ચલાવવા સાથે મુશ્કેલીની પરિસ્થિતિ માટે પણ પૈસા બચાવીને રાખવા પડશે.

ઘણી વખત તૂટેલા દિલનો અનુભવ પણ લગ્ન બાદ બહુ જ મદદરૂપ સાબિત થઇ શકે છે. જો તમે તમારી પત્ની સામે તમારી ભાવનાઓ વ્યક્ત નહિ કરી શકો તો તે તમારા લગ્નજીવનમાં સમસ્યા ઉભી કરી શકે છે.

તમારી નાણાકીય પરિસ્થિતિને લગ્ન પહેલા જ સુધારી લો, કેમ કે ભલે અત્યાર સુધી તમે બહુ જ તંગ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા હોવ, પરંતુ સારા લગ્ન માટે તમારી નાણાકીય પરિસ્થિતિ યોગ્ય હોવી જોઈએ.

You might also like