કંઈક ખાસ કરવું છેઃ સોહા અલી

દિલ માગે મોર, ‘રંગ દે બસંતી’, ‘મુંબઇ મેરી જાન’ અને ‘ખોયા ખોયા ચાંદ’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી સોહા અલી ખાનની બોલિવૂડ સફર બહુ સફળતાભરી રહી નથી, છતાં પણ તેણે નામ તો કમાયું જ છે. સોહા અલી ખાને એક લાંબો સમય લિવ ઇન રિલેશન‌િશપમાં પસાર કર્યો છે. તેમ છતાં પણ તે આવા સંબંધોનું સમર્થન કરતી નથી. તે કહે છે કે અમારા સંબંધોનો આધાર ભલે લિવ ઇન રિલેશન‌િશપ રહ્યો હોય, પરંતુ હું એ વાતની ગેરંટી આપતી નથી કે અન્ય વ્યક્તિઓના આવા સંબંધો પણ સફળ રહેશે. લોકોએ બીજાઓની નકલ કરવાના બદલે રિલેશન‌િશપમાં બંધાવા માટે પોતાની કોઇ રીત શોધવી જોઇએ. અમે લોકો માટે તેનું સમર્થન કરતા નથી, પરંતુ હું એટલું જરૂર કહીશ કે અમારા માટે લગ્ન પહેલાંનો સમય શાનદાર રહ્યો. સાથે-સાથે આ સમયગાળામાં અમે એકબીજાને ખૂબ જ સારી રીતે જાણ્યા અને સમજ્યા.

સોહા અલી ખાને એક્ટિંગ બાદ હવે ફિલ્મ નિર્માણ ક્ષેત્રે ઝંપલાવ્યું છે. તે કહે છે કે કંઇક ખાસ કરવાની ચાહતના લીધે હું ફિલ્મ નિર્માણ કરવા ઇચ્છું છું. મારા પતિ કુણાલ ખેમુ સાથે મળીને હું પ્રોડક્શન હાઉસ ચલાવીશ. અમે અમારી નિર્માણ કંપની ખોલીશું. તેનું નામ રીનીગેટ ફિલ્મ્સ હશે. સોહાને રિયાલિટી શો ખૂબ પસંદ છે. તે કહે છે કે મને ‘બિગ બોસ’, ‘સ્પ્લિટ્સ વિલા’, ‘ઇન્ડિયાઝ ટોપ મોડલ’ અને ‘રોડ્ડીઝ’ જેવા રિયાલિટી શો જોવા પસંદ છે. તેનું કારણ એ છે કે આવા શોમાં કોઇ સ્ટોરી હોતી નથી. આ શો ઉપરાંત હું અમેરિકન અને બ્રિટિશ શો જોવાનું પસંદ કરું છું.

visit: sambhaavnews.com

You might also like