બાળકને છાનું રાખવા માટે ખવડાવવાના બદલે બીજી રસપ્રદ પ્રવૃત્તિઓમાં જોતરો

જો તમે ઈચ્છતા હો કે નવી જનરેશન હેલ્થ પ્રત્યે વધુ સભાન હોય અને હેલ્ધી લાઈફ-સ્ટાઈલ કેળવે તો એની જવાબદારી પેરન્ટ્સ પર જ છે. એક અભ્યાસમાં નોંધાયું છે કે જે બાળકો વાતવાતમાં રડવા લાગતાં હોય અને તેમને છાનાં રાખવાનું મુશ્કેલ બની જતું હોય એવાં બાળકો મોટાં થઈને મેદસ્વી થઈ જા છે. અલબત્ત, એ પાછળ પેરન્ટ્સની વર્તણૂક જ કારણભૂત હોય છે.

શિશુ રડે એટલે તેને છાનું રાખવા માટે મા કાં તો ધવરાવવા લાગે છે કાં પછી તેને ગમતી ચીજો ખાવા અાપીને મોં બંધ કરાવી દે છે. એમ કરવાથી બાળકને ભૂક લાગી હોય કે ન લાગી હોય, ખાવાની અાદત પડી જાય છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ બફેલોના રિસર્ચરોનું કહેવું છે કે નવજાત શિશુને અત્યંત કાચી વયે જે ટ્રીટમેન્ટ મળી હોય એનાં મૂળિયાં ઊંડાં હોય છે.

You might also like