ભવિષ્યની ચિંતા નથી: અનુષ્કા શર્મા

માત્ર ફિલ્મના દીવાનાઅો જ નહીં, પરંતુ િનર્માતા, નિર્દેશકોના િદલમાં પણ ખાસ જગ્યા બનાવનારી અનુષ્કા શર્મા પડદા પર જીવંત દેખાય છે. પર્સનલ લાઈફમાં પણ તે અેવી જ છે. તેનું ફોકસ એક્ટિંગથી લઈને ફિટનેસ અને ડાયટ તરફ હોય છે. ‘સુલતાન’ ફિલ્મમાં પોતાનો જાદુ બતાવી ચૂકેલી અનુષ્કા ખૂબ જ જલદી ‘અે દિલ હૈ મુશ્કિલ’ ફિલ્મમાં જોવા મળશે. અા ઉપરાંત તેની અન્ય બે ફિલ્મો ‘ફિલ્લોરી’ તથા ‘ધરિંગ’ પર પણ કામ ચાલી રહ્યું છે. તે કહે છે કે ફિલ્લોરી મારા હોમ પ્રોડક્શનની ફિલ્મ છે. તાજેતરમાં અમે ફિલ્મ ‘ધરિંગ’નું શૂટિંગ નેધરલેન્ડના અેમ્સ્ટર્ડમમાં કર્યું છે.

‘ધ ‌રિંગ’ વિશે વાત કરતાં તે કહે છે કે અા ફિલ્મમાં શાહરુખ ખાન એક ટૂરિસ્ટનું પાત્ર ભજવી રહ્યો છે. ઇમ્તિયાઝ અલીના નિર્દેશનમાં બની રહેલી અા ફિલ્મ અાવતા વર્ષે રિલીઝ થશે. શાહરુખ અને હું – અમે બંને ઇમ્તિયાઝ સાથે પહેલી વાર કામ કરી રહ્યાં છે. શાહરુખ સાથે મારી ત્રીજી ફિલ્મ છે. અા અગાઉ મેં ‘રબ ને બના દી જોડી’ અને ‘જબ તક હૈ જાન’ ફિલ્મમાં કામ કર્યું છે. ફિટનેસ અંગે વાત કરતાં અનુષ્કા કહે છે કે હું અઠવાડિયામાં ચાર દિવસ વેઈટ ટ્રે‌િનંગ લઉં છું. જે મારા બોડીને ટોન્ડ કરવામાં મદદ કરે છે. સાથે-સાથે હું યોગ પણ કરું છું, તેનાથી મને માનસિક શાંતિનો અહેસાસ થાય છે. કાર્ડિયો અને ડા‌ન્સિંગ પણ મારા માટે જરૂરી છે. ફિટનેસ મારી અાદત છે. મારી કરિયરની શરૂઅાત મેં મોડલિંગથી કરી હતી. તેથી અા બધું મારા રૂ‌િટનનો એક ભાગ છે. હું ફિટનેસ એ‌િડક્ટ છું. સવારે છ વાગ્યે મારા દિવસની શરૂઆત એક્સર્સાઇઝ અને યોગથી થાય છે. હું ભવિષ્યની કોઈ ચિંતા કરતી નથી. તેથી હું તણાવમુક્ત રહી શકું છું.

You might also like