ઘરના મંદિરમાં ભૂલથી પણ ન કરશો આ ભૂલ, થશે વિનાશ

ધર્મ ડેસ્કઃ ઘરમાં પૂજાનું સ્થાન પવિત્ર હોવું ખૂબ જ જરૂરી છે. મંદિરનું યોગ્ય વ્યવસ્થાપન ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. ત્યાં જ કેટલીક એવી બાબતો છે કે જે પૂજા ઘરમાં રાખવાથી જીવનમાં મુશ્કેલીઓ સર્જી શકે છે. તો પૂજા ઘરમાં ભૂલથી પણ ન રાખશો આ વસ્તુઓ..

–  એવું માનવામાં આવે છે કે મૃત લોકોના ફોટા ઘરના મંદિરમાં રાખવાથી નેગેટિવ વસ્તુઓ આપણા ઘર આંગણે થવા લાગે છે.

– મૃત લોકોની પૂજા કરવાથી પરિવાર સંકટમાં રહે છે.

–  ઘરના લોકો શારીરિક અને આર્થિક મુશ્કેલીઓથી ઘેરાયેલા રહે છે.

–  કહેવાય છે કે માનવ તસ્વિર સાથે ભગવાનની પૂજા કરવાથી ભગવાન ક્રોધિત થઇ જાય છે. તેમનો પ્રકોપ ઘર અને પરિવાર માટે અયોગ્ય છે.

– પૂજા ઘરમાં પરિવારના સભ્યનો ફોટો રાખવા કરતાં તમારા દિલમાં તેમનો ફોટો રાખીને તેમની દિલથી પૂજા કરવી.

– ભગવાન અમર હોય છે અને મનુષ્યનું મૃત્યુ નિશ્ચિત છે તેથી બેની તુલના ક્યારે પણ ન કરવી જોઇએ. સાથે જ પૂજા પણ ન કરવી જોઇએ.

 

You might also like