‘ભારત જેવા મોટા દેશમાં બળાત્કારની એક-બે ઘટના થઇ જાય છે’ મોદી સરકારના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન

દેશમાં હાલમાં છેલ્લા કેટલાક દિવસથી દૂષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે મોદી સરકારના કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ ગંગવારે એક ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. કેન્દ્રના પ્રધાને કહ્યું કે આટલા મોટા દેશમાં એક બે ઘટનાઓ થઇ જાય તો તેને લઇને વિવાદ ઉભો કરવો જોઇએ નહીં.

કેન્દ્રના પ્રધાનનું વિવાદસ્પદ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દેશભરમાં કઠુઆ અને સૂરતમાં બાળકી સાથેના દૂષ્કર્મ પર આક્રોશ વચ્ચે કેન્દ્ર સરકારે દેશમાં બાળકીઓ સાથે રેપ મામલે એક તરફ કેન્દ્રમાં મોદી સરકાર કડક કાયદો બનાવા જઈ રહી છે. એવામાં કેદ્રીય શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ ગંગવારે દેશમાં વધતા રેપના કિસ્સાઓને લઈને બેજવાબદારીપૂર્વકનું નિવેદન આપ્યું છે.

તેઓએ વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, ભારત જેવા મોટા દેશમાં રેપની એકાદ બે ઘટનાઓ બની જતી હોય છે. આ કોઈ મોટી વાત નથી. તેઓએ કહ્યું કે, એક બે ઘટનાને લઈને વાતનું વતેસર કરવું યોગ્ય નથી. આવી ઘટનાઓને કયારેક કયારેક રોકી શકાતી નથી. તેમ છતાં સરકાર દરેક જગ્યાએ તત્પરતાથી સક્રિય છે અને સારી રીતે પોતાની કામગીરી બજાવી રહી છે.

You might also like