ઘરમાં ન રાખો આવી મૂર્તિ, થઇ શકે છે નુકસાન

કોઇપણ માણસને ઘરમાં હોય કે મંદિરમાં ભગવાનની સામે બેસીને શાંતિ અને સુકૂનનો અહેસાસ થતો હોય છે. ત્યારે ચાલો આપણે જાણીએ કે દેવી-દેવતાઓનો એવું કયું સ્વરૂપ જે ઘરમાં રાખી ન શકાય…

એવું કહેવાય છે કે માં લક્ષ્મીજી જેમાં ફોટોમાં કે મૂર્તિમાં ઉભા હોય તે ન રખાય. પરંતુ માં લક્ષ્મીનો બેઠી મુદ્રામાં ફોટો અથવા મૂર્તિને ઘરમાં જરૂરથી રાખી શકાય છે. એવું માનવામાં આવે છે કે માતાનું બિરાજમાન સ્વરૂપ સૌથી વધારે લાભકર્તા છે. સ્થિર લક્ષ્મી પ્રાપ્ત કરવા માતાનું બિરાજમાન સ્વરૂપ જ ઘરમાં રાખો.

મા દુર્ગા સાક્ષાત શક્તિનું સ્વરૂપ છે પરંતુ ઘરમાં ક્યારેય પણ મા નો રોદ્ર સ્વરૂપનો ફોટો અથવા મૂર્તિ ન રખાય. હંમેશા ઘરમાં મા નો શાંત સ્વરૂપનો ફોટો અથવા મૂર્તિ પ્રસ્થાપિત કરાય.

ઘરના મંદિરમાં ક્યારેય પણ શનિદેવની મૂર્તિ ન રાખવી જોઇએ. કારણ કે શનિદેવની પૂજા આરાધનાને લઇને ઘણી બધી વિશે વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે જે આપણા ઘરમાં સંભવ નથી. શનિદવેની પૂજા ઘર બહાર આવેલા મંદિરમાં કરવી જોઇએ.

નટરાજ ભગવાન શિવનું તાંડવ સ્વરૂપની મૂર્તિ છે. ભગવાન શિવ જ્યારે ઘણા બધા ક્રોધિત હોય છે ત્યારે તાંડવ કરતાં હોય છે. એટલા માટે ઘરના મંદિરમાં આ મૂર્તિ ક્યારેય ન રાખવી જોઇએ. શિવજીનું ભોલેનાથનું સ્વરૂપ ઘરમાં રાખવું જોઇએ.

મંદિરમાં એક જ ભગવાનની બે મૂર્તિ સ્થાપિત ન કરાય અને છતાં એવી મૂર્તિ હોય તો એકબીજાની સામે રાખો આજુબાજુમાં નહીં.

You might also like