બાળકને નાની નાની વાતમાં મારશો તો મોટું થઈને તે ગુસ્સાવાળું બનશે

નાનું બાળક કંઈક ભુલ કરે અને તરત જ તેના ગાલ પર એક ઝાપટ મારી દેવાની ઘણા માતા-પિતાને અાદત હોય છે. અા અાદત અાગળ જતાં ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. બાળકોને પ્રેમથી સમજાવવામાં અાવે અને શાંત અવાજે શીખામણ અાપવામાં અાવે તો બાળકો માનસિક રીતે સ્વસ્થ અને સમજુ બને છે. સામાજિક રીતે હળવા-ભળવામાં તેઓ વધુ કોન્ફિડન્ટ રહી શકે છે. યુનિવર્સિટી ઓફ ટેક્સાસના સંશોધકોએ દોઢ લાખ લોકોના જીવનના પાંચ દાયકાનો ડેટા એકત્ર કરીને તેમનો સ્વભાવ, ઉછેર અને સામાજિક પ્રક્રુતિઓ તપાસી. તેમનું કહેવું છે કે માતા-પિતાએ બાળકને માર માર્યા વગર શાંતિથી અને પ્રેમથી સમજાવવા જોઈએ.

You might also like