૨૫ માસનું ભરણપોષણ ન ચૂકવ્યું તો કોર્ટે એટલી જ સજા ફટકારી

અમદાવાદ: ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટના કાયદામાં દાણીલીમડાની એક વ્યકિતને તેની પત્નીને આપવાની ભરણપોષણની જેટલા માસની રકમ બાકી હતી તેટલી જ સજા એડિશનલ ચીફ મેટ્રોપોલિટિન મેજિસ્ટ્રેટ એમ.એફ.ખત્રીએ ફટકારી છે. વ્યકિતને 25 માસ 15 દિવસના 97,600 રૂપિયા ભરવાના થતા હતા તે ભરપાઇ ના કરતાં કોર્ટે 25 માસ 15 દિવસની સજા ફટકારી છે. મેટ્રો કોર્ટે આપેલો આ ચુકાદો વકીલોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

દાણીલીમડાના જિતુ ભગતના કમ્પાઉન્ડમાં રહેતા 40 વર્ષીય તૌફિક સુલેમાન પટેલનાં 15 વર્ષ પહેલાં નજમાબાનુ સાથે લગ્ન થયાં હતાં. 2011માં નજમાબાનુંએ ડોમેસ્ટિક વાયોલન્સ એકટ હેઠળ મેટ્રોપોલિટિન કોર્ટમાં ફરિયાદ કરી હતી. કોર્ટે 2013માં ભરણપોષણ આપવાનો આદેશ અને કુલ 1,12,000 રૂપિયા ભરવાનો આદેશ કર્યો હતો.
તૌફિકે તેની પત્નીને નજમાબાનુને ભરણપોષણના 1,12,000 નહીં આપતાં તૌફિક વિરુદ્ધમાં વોંરટ ઇસ્યુ કરીને તેની નવેમ્બર 2015માં ધરપકડ કરી હતી.

જોકે તૌફિકે માત્ર 15 હજાર રૂપિયા નજમાબાનુને આપ્યા હતા અને તેઓ જામીન ઉપર મુક્ત થયો હતો. જામીનની શરતોનો ભંગ કરતાં તેના કોર્ટે તેના વિરુદ્ધમાં વોંરટ ઇસ્યુ કર્યું હતું .

તૌફિક કોર્ટમાં હાજર થયો હતો. તૌફિકે જેલમાં જવાની તૈયારી બતાવીને રકમ ભરવા માટેનો ઇનકાર કરી દીધો હતો. તેના આ જવાબ ઉપર ફરિયાદીને તારીખ 11-૦4-2011થી 11-૦7-13 સુધીના 15 હજાર રૂપિયા ભર્યા હતા. જેથી કુલ 27 માસમાંથી 25 માસ અને 15 દિવસના ભરણપોષણની રકમ 97,600 રૂપિયા ચુકવવાના બાકી રહેતા 25 માસ અને 15 દિવસની સજા ફટકારી છે.

You might also like