તક ફરી મળતી નથીઃ તાપસી

તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘‌િપંક’ દર્શકોઅે અને વિવેચકોઅે ખૂબ વખાણી. ફિલ્મમાં અમિતાભ બચ્ચન ઉપરાંત મહત્ત્વનું પાત્ર ભજવી રહેલી તાપસી પન્નુનું કહેવું છે કે કોઈ પણ ગોડફાધર વગર બોલિવૂડમાં જગ્યા બનાવવી ખરેખર મુશ્કેલ છે. તાપસીનું માનવું છે કે પહેલી ફિલ્મ સરળતાથી મળે છે, પરંતુ સંઘર્ષ બીજી ફિલ્મથી કરવો પડે છે. પોતાના વિષે વાત કરતાં તે કહે છે કે મને પહેલી ફિલ્મ તો મળી, પરંતુ બીજી ફિલ્મથી સંઘર્ષ શરૂ થયો, જ્યારે મારે સારી ફિલ્મોની પસંદગી કરવાની હતી. ફિલ્મી પરિવારમાંથી ન હોવાના નુકસાન પર વાત કરતાં તે કહે છે કે અમારે એક જ ફિલ્મમાં કમાલ બતાવવી પડે છે, કેમ કે અમને કોઈ બીજી તક અાપતું નથી. તાપસીઅે નક્કી કર્યું છે કે જે ફિલ્મો બોલ્ડ હોવાના કારણે વેચાય છે તેનાથી તે દૂર રહેશે.

ત્રણ ફિલ્મો કરી ચૂકેલી તાપસીને માત્ર નેશનલ એવોર્ડનો મોહ છે. કરિયરની શરૂઅાતમાં તેને ઇરોમ શર્મિલાના જીવન પર બનેલી બાયો‌િપક ફિલ્મ ‘ઇમ્ફાલ’ અોફર થઈ છે, પરંતુ તેના પર નિર્ણય લેવો તેના માટે મુશ્કેલીભર્યો છે. હાલમાં તેની સ્ક્રિપ્ટની રાહ જોઈ રહી છે. વર્ષ ૨૦૧૩માં ‘ચશ્મે બદ્દુર’ની રિમેકથી કરિયર શરૂ કરનાર તાપસીઅે બીજી હિંદી ફિલ્મ ‘બેબી’માં અક્ષયની સાથે કામ કર્યું. ત્યારબાદ તે અમિતાભ સાથે પિંક ફિલ્મમાં દમદાર પાત્રમાં જોવા મળી. અમિતાભ જેવા મોટા કલાકાર સાથે કામ કરવાના અનુભવ અંગે તે કહે છે કે તેઓ અેક સામાન્ય વ્યક્તિ છે, જ્યારે તેઅો સેટ પર હોય છે ત્યારે તેમનું અાભામંડળ હોય છે. બચ્ચન સાહેબમાં ખાસિયત છે કે પોતાના સહકલાકારોની ઉંમરને અનુરૂપ ઢળી જાય છે અને તેને સહજ વાતાવરણ અાપે છે.

You might also like