અરવલ્લી : નથી ફાયર ફાઇટરો, આગ લાગે ત્યારે શું કરવું ? 6 તાલુકાઓમાં ફાયર ફાઇટરનો અભાવ

અરવલ્લી જિલ્લાના છ તાલુકાઓમાં ફાયર ફાઈટરોનો અભાવ હોવાથી આગ લાગવાની ઘટના સમયે લોકોને ભારે નુકસાન વેઠવું પડે છે.જેથી માત્ર મોડાસા નગરપાલિકાના ફાયર ફાઈટર ઉપર આધાર રાખવો પડે છે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં હાલ મોડાસા, માલપુર, મેઘરજ, બાયડ, ધનસુરા, ભિલોડા એમ છ તાલુકાઓ છે. 6 તાલુકાઓમાં કુલ 676 ગામો અને 321 ગ્રામ પંચાયતો ઉપરાંત બાયડ અને મોડાસા બે નગર પાલિકાઓ આવેલી છે .તો સમગ્ર જિલ્લામાં 10.27 લાખ વસ્તી વસવાટ કરે છે.

કયારેક આગ લાગે ત્યારે માત્ર મોડાસા ફાયર ફાઈટર ઉપર આધાર રાખવો પડે છે. અન્ય કોઈ પણ સ્થળે ફાયર ફાઈટર ન હોવાને કારણે આગ લાગવાની ઘટના સમયે લોકોને ખૂબ મોટુ નુકસાન વેઠવું પડે છે.

You might also like