આ તે કેવી પરંપરા કે આસ્થા ? અંગારા પર ચાલવા છતાં નથી દાઝતા લોકો….

હોળીના પર્વને દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આજે પણ લોકો આસ્થામાં માને છે. સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામમાં પણ છેલ્લા 500 વર્ષથી ધગધગતા અંગારામાં ચાલવાની પરંપરા છે. લોકોનું માનવું છે કે ભૈરવ દાદાની કૃપાથી અને મનમાં શ્રદ્ધા હોય તો અંગારા પર ચાલવાથી પણ કોઈ જ દાઝતું નથી.

આ પરંપરામાં સૌપ્રથમ બાજરી અને જારના પૂરાને ઘેર કરી પશુઓને ખવડાવામાં આવે છે જેથી તે બિમાર નથી પડતાં. તો બીજી બાજુ અંગારા પર લોકો ચાલે છે અને આ પરંપરા જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે.

ગીર-સોમનાથમાં જિલ્લામાં પણ વર્ષોલ્લાસ સાથે હોળીની ઉજવણી કરવામાં આવી હતી. કોડીનારના દેવળી ગામમાં હોળિકા દહન બાદ અંગારામાં ચાલવાની પરંપરા છે. 15 હજારની વસ્તી ધરાવતા આ ગામમાં એક જ હોળી પ્રગટાવવામાં આવે છે અને મોડી રાત્રે હોળિ સળગી ગયા બાદ જે અંગારા પડે છે. તેને પાથરી દેવામાં આવે છે અને ત્યાર બાદ ગ્રામજનો આ અંગારા પર ચાલે છે. તેમ છતાં લોકો દાઝતા નથી.

જોકે આસ્થા સાથે જોડાયેલી આ પરંપરાને આજે પણ લોકો અનુસરે છે. આ ઉપરાંત હોળીની વચ્ચે જમીનમાં દાટેલો કુંભ બહાર કાઢવામાં આવે છે. જેમાં કાચુ ધાન્ય હોય છે અને આ ધાન જે પ્રમાણે બફાય તેના પરથી આવનારા વર્ષનો વરતારો કરવામાં આવે છે.

You might also like