ફિટનેસ બેન્ડનો ફિયાસ્કો, હેલ્થમાં ફાયદો થયો નથી

છેલ્લા થોડા સમયથી લોકોમાં ફિટનેસ બેન્ડનો ક્રેઝ વધ્યો હતો, પરંતુ હવે તેનો ભાવ પણ પૂછાતો નથી. પ્રસિદ્ધ મેડિકલ જરનલ લેન્સલેટ ડાયાબિટીસ એન્ડ એન્ડોક્રાઈનોલોજીમાં પ્રસિદ્ધ થયેલા લેટેસ્ટ અભ્યાસ મુજબ છેલ્લા થોડા સમયથી લોકપ્રિય બનેલા ફિટનેસ બેન્ડનો ક્રેઝ હવે ઘટી ગયો છે. ફિટનેસ બેન્ડ પહેરતા લોકોના સ્વાસ્થ્યમાં એકાદ વર્ષ બાદ કોઈ ખાસ સુધારો થયો નથી. ૮૦૦ જેટલા લોકો પર થયેલા સર્વેમાં અા વાત જાણવા મળી છે. શરૂઅાતામાં ફિટનેસ બેન્ડ પહેરનારા લોકોની ફિજિકલ એક્ટિવિટી વધી હતી પરંતુ હવે ફરી તે ઘટી ચુકી છે. બ્લડપ્રેશર, કાર્ડિયો ફિટનેસ કે વધારાના વજનમાં પણ કોઈ પ્રકારનો ફાયદો જોવા મળ્યો નથી.

You might also like