હવે ફ્લાઈટમાં પણ યાત્રીઅો અોનલાઈન રહે તો નવાઈ નહીં

મુંબઈ: ભારતમાં હવાઈ સફર દરમિયાન ફ્લાઈટમાં સુરક્ષાનાં કારણોથી ઇન્ટરનેટના ઉપયોગની પરવાનગી હોતી નથી, પરંતુ શક્ય છે કે ખૂબ જ જલદી યાત્રીઅો ફ્લાઈટની અંદર ઇન્ટરનેટનો અાનંદ ઉઠાવી શકે. એવી શક્યતાઅો છે કે કેન્દ્ર સરકાર અોગસ્ટ મહિનાના અંત સુધીમાં અાની પરવાનગી અાપી શકે છે.ડિરેક્ટોરેટ જનરલ અોફ સિવિલ એવિયેશન (ડીજીસીઅે)ના સંયુક્ત ડીજી લલિત ગુપ્તાઅે જણાવ્યું કે અમે ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટની મંજૂરીની રાહ જોઈ રહ્યા છીઅે. ઘણી અાંતરરાષ્ટ્રીય એરલાઈન્સ એવિયેશન મિનિસ્ટ્રી સાથે વાત કરી રહી છે. હાલમાં ભારતીય એર સ્પેસમાં વાઈફાઈને સ્વિચ અોફ કરવું પડે છે, કેમ કે સુરક્ષાના કારણસર ફ્લાઈટમાં ઇન્ટરનેટની પરવાનગી નથી.

ગુપ્તાઅે એમ પણ કહ્યું કે જેટ અેરવેઝ અને સ્પાઈસ જેટ જેવી ભારતીય વિમાન કંપનીઅો પાસે ૨૦૧૮ સુધી વાઈફાઈની સુવિધાવાળાં બોઈગ ૭૩૭ મેક્સ વિમાન હશે. ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં ૭૦ અેરલાઈન્સ હવાઈ સફર દરમિયાન યાત્રીઅોને ફ્લાઈટની અંદર ઇન્ટરનેટની પરવાનગી અાપે છે. અા દરમિયાન યાત્રીઅો ઇ-મેઇલ, લાઈવ ‌સ્ટ્ર‌િમિંગ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે. સાથે-સાથે તેમને ફિલ્મો ડાઉનલોડ કરવા અને કોલ કરવાની પરવાનગી પણ હોય છે.

તેમાં એવી વિમાન કંપનીઅો પણ સામેલ છે, જેની ઉડાણ ભારતમાંથી અાવે છે, જેમ કે અેર ફ્રાન્સ, બ્રિટીશ એરવેઝ, સિંગાપોર અેરવેઝ અને ઇતિહાદ એરવેઝ. ભારતની વાત કરીઅે તો જેટ અેરવેઝ અને વિસ્તારા અેરલાઈન્સ યાત્રીઅોને ઇન્ટરનેટનો ઉપયોગ કર્યા વગર એવી કન્ટેન્ટ અાપે છે, જેને તેઅો પોતાના ઇલેક્ટ્રોનિક્સ ડિવાઈસમાં ડાઉનલોડ કરી શકે છે. સ્પાઈસ જેટમાં પણ અા સુવિધા જૂનના અંત સુધી શરૂ થઈ જશે.

http://sambhaavnews.com/

You might also like