ભેટ સ્વરૂપે ક્યારે પણ ન સ્વિકારશો આ વસ્તુ, થશે મોટું નુકશાન

ભેટ સોગાદની લેવડદેવડ જીવનનો એક ભાગ છે. જેને પ્રાપ્ત કરીને દરેક વ્યક્તિ ખુશ થઇ જાય છે. પરંતુ આપનારની દાનત કેવી છે તે જાણવું પણ એટલું જ જરૂરી છે. કારણ કે આપનારની દાનત સ્પષ્ટ નહીં હોય તો તે તમને કાંઇક આ રીતની ગિફ્ટ આપશે. હિંસક જનાવર જેવા કે વાઘ, ચિત્તાનો ફોટો ગિફ્ટ સ્વરૂપે આપવો કે લેવો તે અશુભ છે.  ડૂબતા જહાજની મૂર્તિ ભેટ સ્વરૂપે મળવી અને તેને ઘરમાં રાખવી અશુભ માનવામાં આવે છે. તેનાથી આર્થિક નુકશાન થાય છે.

ચક્કુ ન તો કોઇને ગિફ્ટમાં આપવું અને જો ક્યાંય મળી જાય તો તેને ઘરમાં પણ ન રાખવું . જો ગિફ્ટ તરીકે ચક્કુનો ઉપયોગ કરવાથી પરિવારમાં કંકાસ થાય છે. કાળા વસ્ત્રો પણ ક્યારે પણ કોઇને ગિફ્ટમાં ન આપવા. જો કોઇ તે તમને આપે તો તે અશુભ માનવામાં આવે છે. તે દુઃખ, કષ્ટ અને પીડાદાયી છે. તેને મૃત્યુનો કારક પણ માનવામાં આવે છે.

જૂત્તાને ગિફ્ટમાં આપવા તે અલગ થવાનું પ્રતિક છે. તેથી જ પ્રેમીએ એકબીજાને આ રીતની ગિફ્ટ ક્યારે પણ ન આપવી. રૂમાલ ગિફ્ટ સ્વરૂપે આપવું દુઃખદાયી છે. તેનાથી જીવનમાં કષ્ટ આવે છે. ઘણા લોકો ગિફ્ટનમાં ઘડિયાળ આપે છે. ત્યારે ઘડિયાળ ગિફ્ટમાં આપવી તે જીવનમાં પ્રગતિને રોકનાર સાબિત થાય છે.

visit: sambhaavnews.com

You might also like