ફક્ત પાંચ કસરતથી રહો પરફેક્ટ ફિટ

અાજકાલ સુડોળ અને અાકર્ષક શરીર પામવાની જાણે હોડ લાગી છે. યોગ શીખવનારા શિક્ષકો લોકોને ઘેર ઘેર જઈને યોગ કરાવે છે, જેથી પ્રત્યેક વ્યક્ત સુંદર અાર્કષક શરીરના ધની બની જાય.

અહીં થોડી સાદી કસરતો વિશે જણાવવાનો પ્રયત્ન કર્યો છે. હા, અહીં અેક વાત ખાસ ધ્યાન રાખવા જેવી તો છે જ કે માત્ર કસરત કરવાથી કશું થતું નથી. જીવનમાં ગમે તેટલો તણાવ હોય તો પણ પ્રયત્ન અેવો કરવો કે ઊંઘ સારી મળે. જેથી જીવનની રિધમમાં ખલેલ ન પડે. તો અાવો જાણીઅે, અા સાદી સીધી કસરત કઈ છે.

દોરડા કૂદો
તમે તમારી દીકરીને દોરડા કૂદતી જુઅો તો તમારું બાળપણ યાદ અાવી જાય છે ને.. જિમમાં જઈને તમે કાર્ડિયો કસરત કરો છો ને અેવી જ છે અા દોરડા કૂદો કસરત…

ફાયદા:
તમારા લોહીનું ભ્રમણ સારું થશે.
તમારા શરીરમાં ઊર્જા વધશે.
લોહીનું ભ્રમણ થવાથી ઊર્જા વધવાથી મનમાં ઉત્સાહ વધશે.

સ્ક્વેટસ ઉભડક બેસવાની ક્રિયા
સ્ક્વેટસ અેક અેવી કસરત છે જેનાથી અાખા શરીરના સ્નાયુઅોને કસરત મળી શકે. અામાં હાથમાં ડમ્બેલ્સ રાખવાના હોય છે. બંને હાથમાં પકડી ડમ્બેલ્સ માથા સુધી રહે તેમ હાથ વાળી, ધીરે ધીરે ઘૂંટણેથી નીચે જવું અને ફરી પાછું અાવવું.

ફાયદા:
હાથના કોણીથી ઉપરના સ્નાયુ મજબૂત થાય છે.
સાથળ અને નિતંબના સ્નાયુઅો મજબૂત થાય છે.
રોગપ્રતિકાર શક્તિ વધે છે.
પુશ-અપ્સ
પુશ-અપ્સ કરવાથી તમારા બાવડાના સ્નાયુઅોને શેપ અાપી શકો છો, તો ફાયદા વાંચો અને શરૂ થઈ જાવ…

ફાયદા:
હૃદય માટે સારી કસરત છે.
હાઇટ વધારે છે.
તમારા પોસ્ચરને સુધારે છે.
લંજીસ પગના સ્નાયુને મજબૂત કરવા માટેની કસરત
અા કસરતમાં વારા ફરતી અેક પગ અાગળ લાવી ઘૂંટણે નીચે વળવાનું હોય છે. બંને પગને સરખી કસરત મળવાથી તે મજબૂત થાય છે. અામાં અાગળ પગ મૂકતી વખતે કૂદકો મારો તો તમારા હૃદયની શક્ત અને ઊર્જામાં વધારો થાય છે.
ફાયદા:
સ્નાયુઅો મજબૂત કરે છે.
હૃદયની શક્ત વધારે છે.
ઊર્જા વધારે છે.
સ્વિમિંગ તરણ
સ્વમિંગ કરીઅે તો શરીરના દરેક અંગોને કસરત મળી રહે છે અને તેની મજા પણ અાવે છે. હૃદય, સ્નાયુઅો, મગજ વગેરેને ઊર્જા મળે છે અેટલે અેમ કહી શકાય કે તરશો તો તરી જશો.
ફાયદા:
શરીરની નસો મજબૂત થાય છે.
બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરે છે.
હૃદયને મજબૂત કરે છે.
રનિંગ દોડવું અથવા જાેગિંગ
દોડવાથી શરીરનું રુધિરાભિસરણ તંત્ર તેજ થાય છે, પગના સ્નાયુઅો મજબૂત થાય છે. ફાયદો:
તણાવ અોછો કરે છે.
ડિપ્રેશન અોછું કરે છે.
શરીરને ડીટોક્સફાય કરે છે.
સાઇક્લિંગ
સાઇકલ ચલાવવાથી અાખા શરીરના સ્નાયુઅો મજબૂત થાય છે.
ફાયદા:
શરીરની ઊર્જા વધે છે.
વજન ઉતારવા માટે સારું છે.
હૃદયને કસરત મળે છે.
જાેયું, ઘરમાં રહીને જ કસરતના કેટલા બધા રસ્તા બતાવ્યા. અઠવાડિયામાં બેત્રણ અેવી કસરતો પસંદ કરી લો જે ઘરમાં રહીને જ કરી સ્વસ્થ રહી શકો છો.

You might also like