જોકોવિચને ફાઇનલમાં હરાવી મરે ટોચના સ્થાન પર વધુ મજબૂત બન્યો

લંડનઃ બ્રિટિશ ટેનિસ સ્ટાર એન્ડી મરેએ એટીપી વર્લ્ડ ટૂરની ફાઇનલ જીતી લઈને ટેનિસના નંબર વન રેન્કિંગ પર પોતાની પકડ વધુ મજબૂત કરી લીધી છે. લંડનમાં રમાયેલા ફાઇનલ મુકાબલામાં એન્ડી મરેએ નોવાક જોકોવિચને હરાવ્યો. આ મહિનાની શરૂઆતમાં જોકોવિચને હરાવીને જ અેન્ડી મરેએ પહેલી વાર નંબર વનનું રેન્કિંગ હાંસલ કર્યું હતું. આ રેન્કિંગને જાળવી રાખવા માટે તેણે આ મુકાબલો જીતવો જરૂરી હતી. હવે તે આ વર્ષના અંત સુધી નંબર વનના સ્થાન પર જળવાઈ રહેશે.

મેચ બાદ મરેએ કહ્યું કે, ”મેં ક્યારેય પણ દુનિયાના શાનદાર ખેલાડી બનવા અંગે વિચાર્યું નહોતું. આ ક્ષણ મારા માટે બહુ જ ખાસ છે.” ફાઇનલમાં મરેએ જોકોવિચને ૬-૩, ૬-૪થી હરાવ્યો હતો. એન્ડી મરે અને જોકોવિચ વચ્ચે પાછલી ૩૪ મેચમાં ૧૦ વાર મરેને જીત મળી છે. આ એન્ડી મરેની સતત ૨૪મી જીત હતી, જે તેની કરિયરમાં સર્વશ્રેષ્ઠ દેખાવ છે. મરેની જીત સાથે જ ચાર વર્ષથી આ ટૂર્નામેન્ટમાં ચાલ્યો આવતો જોકોવિચનો દબદબો સમાપ્ત થઈ ગયો છે.

visit: sambhaavnews.com

You might also like