લગ્નમાં ડીજે અને દારૂ હશે તો ઈમામ નિકાહ નહીં પઢાવે

બિજનૌર: બિજનૌરમાં ઇમામ અને ઉલેમાની બેઠકમાં લગ્નમાં ડીજે વગાડનાર અને દારૂ પીનાર લોકોને નિકાહ નહીં પઢાવવાનો નિર્ણય લેવાયો છે. ઇમામ અને ઉલેમાઅે અા ડીજે અને દારૂને ઇસ્લામથી વિરુદ્ધ હોવાનું કહ્યું. સમાજમાંથી બુરાઈઅોને દૂર કરવા માટે દરેક મસ્જિદના ક્ષેત્રમાં ૧૦ વ્યક્તિઅોની કમિટી બનાવવાનો નિર્ણય લેવાયો છે.

મસ્જિદ કુરેશીયાનમાં અાયોજિત બેઠકમાં ચાહશીરીઝની જામા મસ્જિદ ઇમામ મૌલાના અનવારુલ હકે કહ્યું કે ઇસ્લામ ધર્મમાં ગીત ગાવવાં, ધામધૂમથી લગ્ન કરવાં, દારૂ પીવો અને ‌પિવડાવવો અે બધી બાબતોને હરામ ગણાવી, પરંતુ મુસલમાનોમાં લગ્ન પ્રસંગે દારૂ પીવા અને ‌પિવડાવવાનો, ધામધૂમથી ડીજે વગાડવાનો રિવાજ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે અમારા પયગંબર ગાવા-વગાડવાને દુનિયામાંથી દૂર કરવા અાવ્યા હતા અને હવે મુસલમાનો જ અા બધી વસ્તુઅોને પ્રોત્સાહન અાપી રહ્યા છે.

તેમણે કહ્યું કે જે લગ્નમાં ડીજે વગાડાશે, ધામધૂમથી લગ્ન થશે અને દારૂ પીવાશે અથવા ‌પિવડાવાશે ત્યાં કોઈ પણ ઇમામ નિકાહ નહીં પઢાવે. જમિયત ઉલેમા જિલ્લા સચિવ અરશદ મહેબૂબે કહ્યું કે ઇસ્લામમાં નિકાહને એટલા સરળ બનાવાયા હતા, જેટલો અન્ય કોઈ ધર્મમાં બનાવાયા નથી, પરંતુ હવે મુસલમાનોઅે નિકાહને જ મુશ્કેલ બનાવી દીધા. તેમણે કહ્યું કે દારૂ પીવો કે ડીજે વગાડવું તે ઇસ્લામની નહીં, પરંતુ યહૂદી અને ઇસાઈઅોની રીત છે. તેને રોકવા માટે દરેક મસ્જિદ ક્ષેત્રમાં ૧૦ વ્યક્તિઅોની કમિટી રચાશે.

મિર્દગાન સ્થિત જામા મસ્જિદ ઇમામકારી અબ્દુલ હન્નાન અવામની સહાયતાથી ઇમામ અને ઉલેમા તમામ બુરાઈઅો પર પ્રતિબંધ મૂકી દેશે, તેમાં મૌલાના હસીનુદ્દીન, મુફ્તી વકાર અહમદ અને કારી શૌકતે પોતાના વિચાર વ્યક્ત કર્યા.

You might also like