સમાજ સેવા તરફ દિયા મિર્ઝા, UNની ગુડવિલ એમ્બેસેડર બની

દિયા મિર્ઝા આજકાલ ફિલ્મોથી વધુ સામાજિક કાર્યો અને માનવતાવાદી કાર્યક્રમો માટે ઓળખાય છે. તે પેટા, એચઆઇવી અવેરનેસ, ક્રાઇ જેવી ઘણી સંસ્થાઓ અને ચળવળ સાથે જોડાઇ છે. ખાસ કરીને જાનવરોનાં હિતો અને સ્વચ્છતાને લઇ ખૂબ સમાજ સેવા કરે છે.

તાજેતરમાં તેને સંયુક્ત રાષ્ટ્ર તરફથી ભારત માટે ગુડવિલ એમ્બેસેડર નિયુક્ત કરાઇ છે. તાજેતરમાં દિયાએ એક કાર્યક્રમમાં ખુલાસો કરતાં કહ્યું છે કે પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી ઓછો કરવો. પ્લાસ્ટિકમાંથી બનેલાં ટૂથબ્રશ અને સેનેટરી પેડ્સનો ઉપયોગ પણ ન કરવો જોઇએ, તેના બદલે લાકડામાંથી બનેલાં ટૂથબ્રશ અને બાયોડિગ્રેબલ સેનેટરી પેડ્સનો ઉપયોગ કરવો જોઇએ.

દિયાએ કહ્યું કે પર્યાવરણને બચાવવું એ આજે સૌથી મોટો પડકાર છે. વાતાવરણને સ્વચ્છ રાખવું એ દરેક વ્યક્તિની જવાબદારી છે અને આપણે આપણાથી તેની શરૂઆત કરવી પડશે. લોકોમાં એ ભાવના જગાવવી પડશે ત્યારે જ હેલ્ધી સમાજનું નિર્માણ થઇ શકશે.

આપણે આપણી રોજિંદી જિંદગીમાં પરિવર્તન લાવીને આ પડકારનો સામનો કરી શકીએ છીએ. મેં તો તેની શરૂઆત પણ કરી દીધી છે. હું મારા ઘરમાં બેમ્બો બ્રશનો ઉપયોગ કરું છું અને પ્લાસ્ટિકના બદલે કાચ કે સ્ટીલની બોટલ રાખું છું. સેનેટરી પેડ્સની ઓફર આવે છે ત્યારે હું સ્પષ્ટ ઇનકાર કરી દઉંં છું.

You might also like