દીવાળીમાં કરો આ 8 જગ્યાએ દીવા અને બની જાવ માલામાલ

દિવાળીની રાત્રે મહાલક્ષ્મી માં ને મનાવવાનો સારો દિવસ હોય છે. શાસ્ત્રોનું માનવું છે કે આ રાત્રે મહાલક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે. તો આ રાત્રે દેવીને પ્રસન્ન કરવા વિવિધ ઉપાયો જણાવવામાં આવ્યા છે. દિવાળીની રાત્રે ક્યાં ક્યાં દીવા કરવા જોઇએ, જેનાથી તમારે પૈસાથી જોડાયેલી સમસ્યા હંમેશા માટે સમાપ્ત થઇ જાય છે. શાસ્ત્રોમાં એવું ફણ વર્ણન કરવામાં આવ્યું છે કે દિવાળીની પૂજા દરમિયાન 8 દીવાની પૂજા અલગથી કરો.

1. પીપળાના ઝાડ નીચે દીવાળીની રાત્રે એક દીવો લગાવીને ઘર પરત ફરો. દીવો લગાવ્યા બાદ પાછળ ફરીને જવાનું નથી. આવું કરવાથી તમારી પૈસાથી જોડાયેલી સમસ્યા દૂર થઇ શકે છે.

2. જો શક્ય થઇ શકે, તો દિવાળીની રાત્તના સમયે કોઇ સ્મશાનમાં દીવા લગાવો. જો આ શક્ય ના થાય તો કોઇ સુમસામ વિસ્તારમાં આવેલા મંદિરમાં દીવો કરી શકે છે.

3. ઘરમાં પૂજન સ્થળ પર દીવા લગાવો, જે આખી રાત ઓલવાવો જોઇએ નહીં. આવું કરવાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે.

4. ઘરની આસપાસ જે પણ મંદિર હોય ત્યાં રાતના સમયે દીવો અવશ્ય કરો. એનાથી દરેક દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે.

5. ઘરના આંગણામાં પણ દીવો લગાવવો જોઇએ. ધ્યાન રાખો કે આ દીવો રાતભર ઓલવાવો જોઇએ નહીં.

6. આપણી ઘની આસપાસના ચાર રસ્તા પર રાતના સમયે દીવો લગાવો જોઇએ. એવું કરવાથી પૈસાથી જોડાયેલી સમસ્યાઓ પૂરી થઇ જાય છે.

7. કોઇ બીલ પત્રના ઝાડ નીચે દીવાળીની સાંજે દીવો લગાવો. બીલી પત્ર ભગવાન શિવનું પ્રિય ઝાડ છે. અહીં દીવો લગાવવાથી એમની કૃપા પ્રાપ્ત થાય છે.

8. ધન પ્રાપ્તીની કામના કરનારી વ્યક્તિએ દીવાળીની રાતે મુખ્ય દરવાજાના ઉમરાની બંને બાજુ અવશ્ય દીવો લગાવવો જોઇએ.

You might also like