શેરબજારમાં દિવાળીનું સ્પેશિયલ મુહૂર્ત ટ્રેડિંગ સેશન

મુંબઈ: આજે સાંજે જ્યારે સમગ્ર દેશ દિવાળીનો તહેવાર મનાવી રહ્યો હશે ત્યારે દેશભરના રોકાણકારો અને ધનાઢ્ય લોકો એક સ્પેશિયલ મુહૂર્ત ટ્રેડિંગના સેશન તરફ ધ્યાન કેન્દ્રિત કરતા હશે. મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન રોકાણકારો સક્રિય રીતે ભાગ લઇને મુહૂર્તના સોદા કરતા હોય છે.

આ વર્ષે શુભ મુહૂર્તમાં શેરબજારના સ્પેશિયલ શેર ટ્રેડિંગ આ વખતે એનએસઇ, બીએસઇ પર સાંજે પાંચ વાગ્યે શરૂ થશે અને ૬.૩૦ વાગ્યે સમાપ્ત થશે. શેરબજારમાં આ દરમિયાન સામાન્ય ટ્રેડિંગનું સત્ર સાંજે ૫.૩૦ કલાકથી ૬.૩૦ કલાક દરમિયાન ચાલશે. આ દરમિયાન રોકાણકારો શેરની લે-વેચ કરી શકશે. જો તમે રોકાણકાર હો તો સાંજે ૫.૩૦થી ૬.૩૦ દરમિયાન ટ્રેડિંગ કરી શકશો.

બીએસઇમાં સાંજે ૪થી ૪.૪૫ સુધી ટોપ વોલ્યૂમ પર્ફોર્મન્સનું સન્માન થશે અને ૪.૪૫થી ૫.૩૦ સુધી લક્ષ્મીપૂજન થશે અને ત્યાર બાદ ટ્રેડિંગ શરૂ થશે. બંને એક્સેચન્જમાં આજે સ્પેશિયલ ટ્રેડિંગ યોજાશે. મુહૂર્ત ટ્રેડિંગમાં સાંજે ૫.૦૦થી ૫.૧૫ સુધી બ્લોક ડીલ સેશન હશે, ૫.૧૫થી ૫.૨૩ સુધી પ્રી ઓપન સેશન રહેશે, ૫.૩૦થી ૬.૩૦ સુધી સામાન્ય ટ્રેડિંગ રહેશે અને ૬.૩૦થી ૬.૪૦ સુધી કૂલિંગ પીરિયડ રહેશે.

મુહૂર્તનું પ્રતીકાત્મક મહત્ત્વ હોય છે. આ દરમિયાન ખરીદેલા શેરો રોકાણકારો લાંબો સમય રાખતા હોય છે. કેટલાક તેના પર પ્રોફિટ કમાતા હોય છે તો કેટલાક તે જ દિવસે વેચી દેતા હોય છે. નિષ્ણાતોનું કહેવું છે કે મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન શેરબજારમાં રોકેલાં નાણાં શુભ માનવામાં આવે છે તેથી કેટલાક રોકાણકારો એક-બે સોદા અચૂકપણે કરે છે.

You might also like