વડોદરામાં દિવાળીની તૈયારીઓ પૂરજોશમાં, 14 કલાકારોએ બનાવી અદભુત રંગોળીઓ

વડોદરાઃ શહેરમાં સ્વસ્તિક રંગોલી ગ્રુપ દ્વારા રંગોળી પ્રદર્શન યોજાયું. ચૌદ જેટલાં કલાકારોએ પોતાની કલાને રંગોળીનાં માધ્યમથી પ્રદર્શિત કરીને દેશનાં વર્તમાન પ્રવાહને આવરી લઈ રંગોળી ચિત્ર તૈયાર કરવામાં આવ્યાં કે જે વડોદરાવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.

દિવાળીનાં તહેવારમાં ભારતીય પરંપરા મુજબ રંગોળી અતૂટ મધ્યમ જોડાયેલું છે કે જેમાં મહિલાઓ પોતાનાં ઘરનાં આંગણે રંગોળી પૂરવાની શરૂઆત કરે છે અને ત્યારથી દિવાળીનાં તહેવારો શરૂ થાય છે. ત્યારે આ રંગોળીની પરંપરા ઋષિ વર્ષથી શરૂ કરીને આધુનિક સમયમાં ચિત્ર લીધું છે ત્યારે વડોદરાનાં સ્વસ્તિક રંગોલી ગ્રુપ દ્વારા આ પ્રદર્શન દિવાળી નિમિત્તે કીર્તિ મંદિર ખાતે યોજવામાં આવ્યું છે.

ચૌદ કલાકારોએ 50 જેટલી રંગોળી તૈયાર કરી છે કે જેમાં પાવર ફોર્મમાં આવતા કલરનો ઉપયોગ કરી અને આબેહૂબ ચિત્ર જેવી જ રંગોળીઓ તૈયાર કરી છે. વિઘ્નહર્તા ગણેશજી હોય કે વિજયનો જુસ્સો વ્યક્ત કરતો ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી હોય. આ તમામ બાબતોને રંગોળીમાં કંડારીને રજૂ કરવામાં આવી છે. રંગોળી પરંપરાને જીવંત રાખવા વડોદરાનાં કલાકારો સતત પ્રયાસો કરી રહ્યાં છે.

છેલ્લાં 34 વર્ષથી રંગોળી જોડાયેલા કલાકારો એકત્રિત થઈ અને આજે આ 50મું પ્રદર્શન વડોદરાનાં કીર્તિમંદિર ખાતે યોજાયું છે કે જેમાં કલાકારોને નિહાળવા કલાનગરી સંસ્કારી નગરીનાં લોકો મોટી સંખ્યામાં આવી રહ્યાં છે અને કલાકારોની અદભુત કલાને નિહાળી તેનાં ભરપેટ વખાણ પણ કરી રહ્યાં છે. કેટલાંક લોકો તો આ રંગોળીને પેઇન્ટિંગ સમજી રહ્યાં છે તો કેટલાંક લોકો ફોટોગ્રાફ્સ સમજી રહ્યાં છે એટલી અદભુત રંગોલી તૈયાર કરવામાં આવી છે. કલા કસબને લોકો આવકારી રહ્યાં છે.

ભારતીય સંસ્કૃતિમાં રંગોળીનું અનેરું મહત્વ રહેલું છે ત્યારે વડોદરાનાં કલાકારોએ રંગોળી કલાને બેખૂદી જતન કર્યું છે અને આ કલા રસિકો સુધી પહોંચે તે માટે સતત પ્રયત્ન કરી રહ્યાં છે. કલાકારોની અદભુત કલા લોકોને આનંદ પણ આપી રહી છે અને સાથે સાથે રંગોળા માટેની પ્રેરણા પણ આપી રહી છે. દિવાળીનાં તહેવારોમાં યોજાયેલ રંગોળી પ્રદર્શન વડોદરાવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

You might also like