બિગ બીના ઘરે દિવાળી પાર્ટીનું આયોજન, અનેક બોલિવૂડ હસ્તીઓ થઇ સામેલ

બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચનને મુંબઈમાં આવેલા પોતાના પ્રતિક્ષા બંગલોઝમાં દિવાલી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટી માટે તેમણે બોલિવૂડની અનેક હસ્તીઓને આમંત્રણ આપ્યું હતું.
આ આમંત્રણને સ્વીકાર કરતાં બોલિવૂડના અનેક સ્ટાર્સે પાર્ટીમાં હાજરી આપી હતી. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યાએ મહેમાનોનું સ્વાગત કર્યું હતુ અને તેમને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.
બિગ બીની આ દિવાળી પાર્ટીમાં આલિયા ભટ્ટ, કંગના રાનાવત, રિતિક રોશન, કેટરીના કૈફ, નેહા ધૂપિયા, રિતેશ દેશમુખ, જેનેલિયા, સુનીલ શેટ્ટી, આથિયા શેટ્ટી, કુણાલ કપૂર, નૈના બચ્ચન, અદિતી રાવ હૈદર, જેકી શ્રૌફ, શિલ્પા શેટ્ટી અને શાહીદ કપૂર સહિત અનેક બોલિવૂડ સ્ટાર્સ પહોંચ્યા હતા.

You might also like