આર્મી જવાનોને દિવાળીની ભેટઃ હવે 5 રૂ.ના બદલે માત્ર 1 રૂ.માં ઘરે કૉલ કરી શકશે

સૈનિકો અને અર્ધસૈનિકોના દળને દૂરસંચાર વિભાગ દ્વારા દિવાળીની ભેટ આપવામા આવી છે. દૂરસંચાર મંત્રી મનોજ સિંહાએ બુધવારે બીએસએનએલ દ્વારા સંચાલિત ડિઝિટલ સેટેલાઈટ ફોનનો માસિક દર નાબૂદ કરવાની જાહેરાત કરી છે.

કેન્દ્રીય મંત્રી સિંહાએ કહ્યું કે, જવાનો માટે કૉલ દર 5 રૂપિયામાંથી ઘટાડી 1 રૂપિયા કરવામાં આવ્યો છે. આર્મી, સીઆરપીએફ, બીએસએફ, બીઆરઓ અને આઈટીબીપીના જવાનો દુર્ગમ વિસ્તારોમાં રહેતા હોય છે. જ્યાંથી તેઓ ડીએસપીટી દ્વારા ઘરે કે મુખ્યાલય પર વાત કરી શકે છે.

કેન્દ્રીય મંત્રીએ તો સેટેલાઈટ ફોન પર લેવામાં આવતા ભાડાને પણ નાબૂદ કરવાની ઘોષણા કરી છે, જેના માટે સુરક્ષા દળોએ હાલમાં મહિને 500 રૂપિયા આપવા પડે છે તે નાબૂદ થશે. આ સેવા બીએસએનએલ આપી રહી છે.

દૂરસંચાર સચિવ અરણા સુંદરરાજને કહ્યું હતું કે, આ સ્કીમથી દર વર્ષે 3-4 કરોડનું નુકશાન થશે, જે સરકાર ભોગવશે. હાલમાં દેશમાં 2500 સેટેલાઈટ ફોન કનેક્શન એક્ટિવેટ છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, આપણી પાસે 5000 સેટેલાઈટ ફોનની ક્ષમતા છે.

You might also like