દિવાળી એકંદરે સલામત રહીઃ અાગ, દાઝી જવાના ગંભીર બનાવ નહીં

અમદાવાદ: દિવાળીની રજા અને તહેવારો દરમિયાન ૧૦૮ ઇમર્જન્સી કોલ્સમાં ૩૦ ટકાનો વધારો નોંધાયો છે પરંતુ અમદાવાદીઓની ‌દિવાળી દાઝી જવાના ૧૪ જેટલા સામાન્ય ઇજાના કેસો સાથે સલામત રહી છે. જ્યારે મારામારીના કુલ ૯૧ જેટલા કેસો નોંધાયા છે. એકંદરે જેટલા પણ કોલ ૧૦૮ અને ફાયરબ્રિગેડને મળ્યા છે તેમાં કોઇ ગંભીર બનાવ નોંધાયો નથી. અમદાવાદ શહેરમાં ર૭ ઓકટોબરથી નવેમ્બર સુધીમાં ઇમર્જન્સીના કુલ ૧પ૪૦ જ્યારે રાજ્યમાં ૩૯૩૪ કેસો નોંધાયા છે જેમાં સૌથી વધુ કેસ મારામારીથી ઇજા, કાર્ડિયાક પ્રોબ્લેમ, શ્વાસની તકલીફ અને અકસ્માતના નોંધાયા છે. સાથે સાથે ફાયર બ્રિગેડને પણ છેલ્લા ૩ દિવસની રજાઓ દરમ્યાન કુલ ૪૦ કોલ મળ્યા છે. જેમાં મોટા ભાગે આગ લાગવાના બનાવો ફટાકડાના કારણે નોંધાયા છે.

૧૦૮ ઇમર્જન્સી સેવા દ્વારા તહેવારો દરમ્યાન કુલ ૭ વધારાના નવા પોઇન્ટ પર એમ્બ્યુલન્સ સેવા અપાઇ હતી. અને અગ્નિશમન માટે ફાયર બ્રિગેડની ૧૪ ટીમ સ્ટેન્ડ ટુ રહી હતી. ફાયર બ્રિગેડને નાના નાના આગના બનાવ માટે ફાયર ફાઇટરની જરૂર રહી હતી. જેમાં રિલીફ રોડ એક મકાન, સારંગપુર કપડાંની દુકાન અને ચામુંડા બ્રિજ પર એક પ્લાસ્ટિકની દુકાનમાં ફટાકડાના લીધે આગ લાગવાના બનાવ નોંધાયા હતા. જેમાં કોઇ ગંભીર બનાવ કે જાનહાની નોંધાઇ નથી.
નગરજનોની સલામતી માટે ફાયરબ્રિગેડના પપ૦ જવાનો સ્ટેન્ડ ટુ રહ્યા હતા. જ્યારે ૧૦૮ની તમામ એમ્બ્યુલન્સમાં વધારાનો સ્ટાફ તેમજ વધારાની દવાઓ મૂકવામાં આવી હતી.

છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન અમદાવાદ ૧૦૮ ઇમર્જન્સી સેવાને કુલ ૧પ૪૦ કોલ મળ્યા છે, જેમાં સૌથી વધુ કોલ અકસ્માતના ૩૪ર નોંધાયા છે જ્યારે બહારનું ભોજન, મીઠાઇ ખાવાથી થતા પેટના દુખાવા અને ઇન્ફેક્શન, ઝાડા-ઊલટીના ૧૭૯ કેસ અને મારામારીના કારણે ઇજા થવાના ૯૧ કેસ અને શ્વાસની તકલીફ થવાના ૧૩૮ અને તાવના રપ૦ કેસ નોંધાયા છે.

છેલ્લા ૩ દિવસ દરમ્યાન નોંધાયેલ કેસપેટમાં દુખાવો,
ઝાડા-ઊલટી ૧૭૯
એ‌િનમલ બાઇટ ૪
મારામારીથી ઇજા ૯૧
છાતીમાં દુખાવો ૯૦
ડાયાબિટીસ રર
એ‌િપલેપ્સી, વાઇ પ૦
તાવ રપ૦
દાઝી જવાના ૧૪
અન્ય ૭૪
ડ્રગ્સ ઓવરડોઝ ૮
પ્રેગ્નન્સી રિલેટેડ ૧૮પ
શ્વાસની તકલીફ ૧૩૮
અકસ્માત ૩૪ર
બેભાન થવાના ૯ર
કુલ ૧પ૪૦

You might also like