દિવાળી સુધીમાં કેટલીક કંપનીના આઈપીઓ પાઈપ લાઈનમાં

અમદાવાદ: આઇસીઆઇસીઆઇ પ્રૂડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીનો આઇપીઓ ભલે આજે પૂરો થઇ રહ્યો હોય, પરંતુ દિવાળી સુધીમાં કેટલીય કંપની આઇપીઓ લાવવા પાઇપ લાઇનમાં છે. આવતી કાલથી એચપીએલ ઇલેક્ટ્રિક એન્ડ પાવર લિ.નો આઇપીઓ ખૂલી રહ્યો છે, જે આગામી ૨૬ સપ્ટેમ્બરે બંધ થશે. કંપનીએ શેરની પ્રાઇસ બેન્ડ ૧૭૫થી ૨૦૨ની રાખી છે.

શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ખાનગી સેક્ટરની આઇસીઆઇસીઆઇ પ્રૂડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીનો આઇપીઓ આવી ગયા બાદ જાહેર ક્ષેત્રની ઇન્સ્યોરન્સ કંપની ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સનો આઇપીઓ પણ માર્ચ પહેલાં આવી શકે છે. એટલું જ નહીં બીએસઇ સ્ટોક એક્સચેન્જે પણ આઇપીઓ લાવવાની કવાયત હાથ ધરી છે. એક્સચેન્જ આઇપીઓ થકી રૂ. ૧૨૦૦થી ૧૩૦૦ કરોડ એકઠા કરી શકે છે. એટલું જ નહીં મેટ્રીમની ડોટ કોમ પણ આઇપીઓ દ્વારા ૩૫૦ કરોડ ઊભા કરી શકે છે. ડી માર્ટ પણ આઇપીઓ લાવી શકે છે, જે દ્વારા ૧૨૦૦ કરોડ એકઠા કરી શકે છે.

You might also like