દિવાળીની સફાઈમાં પણ હવે ગૃહિણીઅોનું ‘અાઉટ સોર્સિંગ’ 

અમદાવાદ: દિવાળી પહેલાં ઘર સફાઇ એ હિંદુ સંસ્કૃતિની ટ્રેડિશન છે. ગૃહિણીઓ દિવાળીના તહેવાર પહેલાં જ ઘરને ચકચકાટ કરીને નકામી વસ્તુઓનો નિકાલ કરી દે છે. બાર મહિને ઘરની સંપૂર્ણ સફાઇ માટે દિવાળી ટાણે નોકરોની અછતે ગૃહિણીઓને હવે હોમ ક્લિનિંગ એજન્સીઓ તરફ વળી છે. છેલ્લા બે ત્રણ વર્ષથી હોમ ક્લિનિંગ કંપનીઓની બોલબાલા વધી છે. એકલા હાથે ઘરની સફાઇ કરવી અઘરી લાગતાં હવે ગૃહિણીઓ આવી કંપનીઓની સેવા લઇ રહી છે. ખાસ કરીને વર્કિંગ વુમન કે સેપરેટ ફેમિલીમાં રહેતી ગૃહિણી આ સેવા લેવા તરફ વળી છે.

ઘરની સફાઇની જરૂરિયાત પ્રમાણે આ કંપનીઓ રૂ.૧૦૦થી શરૂ કરીને ર૦ હજારની સફાઇનાં પેકેજ આપે છે. કેટલીક કંપનીઓના પેકેજ રૂ.૩પ૦૦થી શરૂ થાય છે. પરંતુ દિવાળી ટાણે આ કંપનીઓ પણ રૂ.૩૦૦થી પ૦૦નું ડિસ્કાઉન્ટ આપી રહી છે. સાફ સફાઇના પેકેજમાં સ્ટીમ ક્લિનિંગ, ડીપવોર્મ ક્લિનિંગ, પંખા, ફર્નિચર, ફર્નિશિંગ બાથરૂમ, બેડરૂમ ગેલેરી વગેરેનો સમાવેશ થાય છે. ગૃહિણીઓ પેકેજ તેની જરૂરિયાત પ્રમાણે લઇ શકે છે.

આવી હોમ ક્લિનિંગ એજન્સી ફ્રીજ, ઓવન ડીશવોશર સહિત સોફા, કારપેટ, ડાઇનિંગ ચેર ક્લિનિંગ સહિત અનેક પ્રકારની સેવા આપે છે. જેમાં સોફા ક્લિનિંગ ૧૭૦૦થી ૬૦૦૦ કિચન બાથરૂમ સોફા ક્લિનિંગ રૂ.૧૦૦૦ થી રપ૦૦ માત્ર કિચન ક્લિનિંગ રૂ.૧૩૦૦ થી ૩૦૦૦ ઓવન ક્લિનિંગ રૂ.પ૦૦થી ૭૦૦ જેવાં અનેક પેકેજના ઘરના રૂમ રસોડાની જગ્યા કબાટની સંખ્યા ફર્નિચર કેટલું છે તેેના પર આધારિત છે.

છેલ્લાં દસ વર્ષથી મારો કામવાળો દિવાળીની ઘર સફાઇ કરી આપતો હતો. આ વર્ષે તે બીમાર હોવાથી અન્ય નોકર કામ કરી આપવા તૈયાર નથી એટલે મેં આ વર્ષે હોમ ક્લિનિંગ કંપનીની સેવા લીધી છે.
અલ્પા શાહ, ઇસનપુર

મારા ‘નોકર’એ આ વર્ષ દિવાળી કામમાં પ્રતિ દિવસ સીધા રૂ.ર૦૦ વધારી દીધા. રૂ.પ૦૦ એક દિવસની સફાઇના લેતા નોકર, હવે રૂ.૭૦૦ લેતા થવાથી મારે જેટલી જે પ્રકારની ઘર સફાઇ કરાવવી હતી તે પ્રમાણે હોમ ક્લિનિંગ એજન્સીનું પેકેજ લઇ લીધું છે.
પન્ના શાહ, કાંકરિયા

મારો નોકર અપોઇન્ટમેન્ટ ડાયરી લઇને આવ્યો અને કહ્યું ભાભી આ બે દિવસ ખાલી છે દિવાળી કામ કરાવવું હોય તો એના એ બે દિવસ મને અનુકુળ નહોતા એટલે હોમ ક્લિનિંગ એજન્સીને ઘર સફાઇનું કામ આપવાનું નક્કી કરી લીધું.
પૂર્વી શાહ, પાલડી

હું વર્ષમાં ત્રણથી ચાર મહિના અમેરિકા રહું છું ત્યાંની સિસ્ટમ મુજબ યુનિફોર્મ સાથે તમામ ચીજ વસ્તુઓ ક્લિનિંગ મટીરિયલ સાથે આવતા એજન્સીની સર્વિસ સિસ્ટમ મને ગમે છે. નોકરોને કામ આપો તો આખો દિવસ તેની સાથે મદદમાં રહેવું પડે છે.
નીલા શાહ, ગુરુકુળ

You might also like