દિવાળીની સાફ-સફાઈમાં અમદાવાદીઓ ૯૦૦૦ મેટ્રિક ટન કચરો-ભંગાર કાઢશે

અમદાવાદ: તહેવારોનો રાજા દિવાળીના આગમન પહેલાં ઘરની સાફ-સફાઇની પરંપરાગત પ્રણાલિકા મુજબ છેલ્લા કેટલાક દિવસથી શહેરીજનોએ તેમના ઘરે સ્વયંભૂ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે, જે અંતર્ગત મોટા પ્રમાણમાં કચરો તેમજ લાંબા સમયથી ઉપે‌િક્ષત હાલતમાં પડી રહેલો માલસામાન ભંગાર તરીકે ઘરમાંથી કઢાઇ રહ્યો છે. એક અંદાજ મુજબ આ દિવાળીમાં સાફ-સફાઇ દરમ્યાન અમદાવાદીઓ અંદા‌િજત ૯ હજાર મેટ્રિક ટન કચરો-ભંગાર બહાર કાઢશે.

શહેરભરમાંથી સામાન્ય દિવસોમાં ઘરે ઘરેથી કચરો એક‌િત્રત કરવા માટે તંત્રની ડોર ટુ ડમ્પની નવી‌ સિસ્ટમ હેઠળ દૈનિક ૧૧૦૦થી ૧ર૦૦ મેટ્રિક ટન કચરો પીરાણા ડમ્પ સાઇટ પર ખડકાય છે, જોકે દિવાળીની સાફ-સફાઇના આ દિવસોમાં દૈનિક કચરો વધીને ૧૩૦૦થી ૧૪૦૦ મેટ્રિક ટન થયો છે. દરરોજના સરેરાશ કચરા કરતાં હાલમાં ર૦૦ મેટ્રિક ટન કચરો વધુ ડમ્પ સાઇટ પર ઠલવાઇ રહ્યો છે. આ ઉપરાંત ડે‌બ્રીજના જથ્થામાં બમણો વધારો થયો છે. સામાન્ય રીતે દૈનિક ૧૦૦ મેટ્રિક ટન ડેબ્રીજના બદલે અત્યારે ર૦૦ મે‌િટ્રક ટન ડેબ્રીજ નીકળી રહ્યો છે. આમ, દિવાળી પહેલાંના આ દિવસોમાં સરેરાશ કરતાં ૩૦૦ મેટ્રિક ટન વધારાનો કચરાે અને ડેબ્રીજ નીકળી રહ્યો છે.

બીજી તરફ ડોર ટુ ડમ્પ નવી સિસ્ટમ હજુ અસરકારક બની નથી. આજે પણ ખુદ શાસક પક્ષ ભાજપના કોર્પોરેટરો ડોર ટુ ડમ્પની ગાડીઓ આવતી ન હોવાથી બૂમો પાડી રહ્યા છે. અંદા‌િજત રૂ.૩૮૦ કરોડનો વાર્ષિક કોન્ટ્રાક્ટ ડોર ટુ ડમ્પના નવા કોન્ટ્રાકટરોને અપાયો હોવા છતાં આ કામગીરીનાં ધાંધિયાંની ફ‌િરયાદો અગાઉની જેમ યથાવત્ છે. અત્યારે પણ છોટા હાથી સહિતના વાહનોમાં જીપીએસ સિસ્ટમ પૂરેપૂરી બેસાડાઇ નથી. શહેરભરમાં ૮૦૦ જેટલાં વાહનો ઘરે ઘરેથી કચરો એકઠો કરવા ફરી રહ્યાં છે, જે પૈકી ર૦૦થી વધુ વાહનોમાં જીપીએસ સિસ્ટમનો અભાવ છે અને જે વાહનમાં જીપીએસ સિસ્ટમ અમલી છે તેવાં વાહનોનું પણ કાળજીપૂર્વક મોનિટિરંગ થતું નથી તેમ જણાવતાં જાણકાર સૂત્રો વધુમાં કહે છે કે જે પ્રકારે નવી સિસ્ટમમાં અરાજકતાનો માહોલ છે તેને જોતાં દિવાળીના સપરમા દિવસોમાં પણ ડોર ટુ ડમ્પનાં ધાંધિયાં રહેશે.

You might also like