ગત દિવાળીથી અત્યાર સુધીના ૭૦ ટકા IPOમાં પોઝિટિવ રિટર્ન

અમદાવાદ: શેરબજારમાં કેટલાય સમયથી તેજીની ચાલ જોવા મળી છે. સેકન્ડરી માર્કેટની સાથે પ્રાઇમરી માર્કેટમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. પાછલા એક વર્ષમાં આવેલા ૨૮ આઇપીઓમાંથી ૨૦ આઇપીઓમાં હાલ રોકાણકારને પોઝિટિવ રિટર્ન મળી રહ્યું છે, જ્યારે આઠ આઇપીઓ એવા છે કે જેના શેરના ભાવ તેની ઈશ્યૂ પ્રાઇસથી નીચા હાલ ટ્રેડિંગમાં જોવાયા છે. આમ, એક વર્ષમાં ૭૦ ટકા આઇપીઓમાં પોઝિટિવ રિટર્ન જોવા મળ્યું છે.

પ્રાઇમરી બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ગ્રે બજારમાં નાના રોકાણકારો ફરી એક વખત આઇપીઓ માર્કેટ તરફ વળ્યા છે. ગ્રે બજારમાં ઊંચા પ્રીમિયમ મળતા હોવાના કારણે નાના રોકાણકારો આઇપીઓ ભરી રહ્યા છે અને તેના કારણે મૂડીબજારમાં આવતી કંપનીઓ પણ આઇપીઓ દ્વારા નાણાં એકઠાં કરવા આગળ આવી રહી છે.

પાછલા એક વર્ષમાં ૫૦,૦૦૦ કરોડ કરતા પણ વધુ આઇપીઓ દ્વારા ઊભા કરાઇ ચૂક્યા છે. દરમિયાન એવન્યૂ સુપર માર્ટ-ડી માર્ટ કંપનીનો આઇપીઓ સુપરડુપર હિટ પુરવાર થયો હતો. આ કંપનીના શેરમાં રોકાણકારને ૩૨૪ ટકા જેટલું બમ્પર રિટર્ન મળી રહ્યું છે, જ્યારે શંકરા બિલ્ડિંગ કંપનીના આઇપીઓમાં ૩૨૭ ટકા, સલાસર ટેક્નો. કંપનીના આઇપીઓમાં ૧૫૫ ટકા રિટર્ન છૂટી રહ્યું છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ડિસેમ્બર સુધીમાં હજુ પણ પાંચથી સાત કંપનીના આઇપીઓ આવવાની તૈયારીમાં છે.

જાન્યુઆરી-૨૦૧૬ બાદ આવેલા IPOમાં પ્રથમ દિવસે મળેલ રિટર્ન
કંપનીનું નામ લિસ્ટિંગના
દિવસે રિટર્ન
સલાસર ટેક્નો ૧૩૯ ટકા
એવન્યૂ સુપર માર્ટ ૧૧૪ ટકા
સીડીએસએલ ૭૫.૬ ટકા
ક્વીસ કોર્પ. ૫૮.૭ ટકા
એયુ સ્મોલ ફાઈ. બેન્ક ૫૧.૩ ટકા
શીલા ફોર્મ ૪૧.૪ ટકા
થાપરોકેર ટેક્નો. ૩૮.૭ ટકા
શંકરા બિલ્ડિંગ ૩૭.૫ ટકા
એન્ડયુરન્સ ટેક્નો. ૩૭.૧ ટકા
આરબીએલ બેન્ક ૩૩.૧ ટકા

એક વર્ષમાં લિસ્ટિંગ થયેલા IPOમાં મળેલ રિટર્ન
કંપનીનું નામ હાલ મળતું રિટર્ન
એવન્યૂ સુપર માર્ટ ૩૨૪ ટકા
શંકરા બિલ્ડિંગ ૨૨૭ ટકા
સલાસર ટેક્નો. ૧૫૫ ટકા
સીડીએસએલ ૧૫૪ ટકા
એપેક્સ ફ્રોઝન ૧૩૮ ટકા
એન્ડયુરન્સ ટેક્નો. ૧૨૯ ટકા
શીલા ફોર્મ ૧૦૧ ટકા
પીએસપી પ્રોજેક્ટ ૯૮ ટકા

You might also like