પતિથી પરેશાન આ ટેલિવિઝનના એક્ટ્રેસે શૅર કર્યો બેડરૂમનો VIDEO

ટેલિવિઝન એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી ના તો માત્ર પોતાના શો ‘યે હૈ મોહબ્બતે’થી ઓડિયન્સને એન્ટરટેન કરી રહી છે પરંતુ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામના વીડિયોઝથી પણ ફેન્સનું દિલ જીતી રહી છે. ફેન્સની સાથે ક્યારેય એલિયન ડાન્સ તો ક્યારેક ડબસ્મેશ વીડિયોઝ શૅર કરનારી દિવ્યાંકાએ તાજેતરમાં જ એક પ્રેંક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં દિવ્યાંકાને પોતાના પતિ વિવેક દહિયાની એક આદતથી પરેશાન થતા જોઇ શકાય છે.

ઇન્સ્ટાગ્રામ પર શૅર કરવામાં આવેલા આ વીડિયોમાં દિવ્યાંકા પોતાના પતિ વિવકેની સાથે બેડરૂમમાં ટીવી જોઇ રહી છે. પરંતુ વિવેક પોતાના ફોનમાં એટલો બિઝી છે કે દિવ્યાંકા તેણે પોતાના હાથથી નાસ્તો કરાવી રહી છે. પરંતુ આવું કરતાં દિવ્યાંકા બોર થઇ જાય છે અને વિવેકની સબક શીખવાડવાનું નક્કી કરે છે. દિવ્યાંકા પોટેટો ફિંગરની જગ્યાએ વિવેકની તીખું લાલ મરચું ખવડાવી દે છે. પોતાની મસ્તીના મૂડમાં જ્યારે વિવેક આ ખાય છે ત્યા તે ભાગવા લાગે છે.

 

દિવ્યાંકાએ આ વીડિયોના કેપ્શનમાં લખ્યુ છે કે, ”મારો બિઝી પતિ પોતાનો મોબાઇલ નથી છોડી રહ્યો. આ પ્રૈંક તેને સબક શીખવાડવા માટે. #CouplePrankChallenge”

દેશભરમાં દિવ્યાંકાની સારી ફેન ફૉલોઇંગ છે. ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધારે ફૉલો કરનારી ટેલિવિઝન એક્ટ્રેસ દિવ્યાંકાએ આ વીડિયોમાં લાખો લોકોએ જોઇ લીધો છે. ગત 20 કલાકમાં હજુ સુધી આ વીડિયોને 9 લાખ 20થી વધારે લોકો જોઇ શક્યા છે.

You might also like