દિવ્યાંકાનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ, એલિયન સાથે કર્યો ડાન્સ

ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીઝમાં અભિનેત્રી તરીકે સફળતા પ્રાપ્ત કરનાર દિવ્યાંકા ત્રિપાઠી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. હાલમાં તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક તરફ તે ડાન્સ કરી રહી છે અને બીજી તરફ કાર્ટૂન કેરેક્ટર ડાન્સ કરી રહ્યું, જે એલિયન છે.

‘યે હે મ્હોબ્બતે ફેમ’ અભિનેત્રી દિવ્યાંકા હાલમાં દર્શકોને ખૂબ ગમી રહી છે. દિવ્યાંકાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કાર્ટૂન કેરેક્ટર એલિયન સાથે ડાન્સ કરી રહી છે. બંનેના ડાન્સના સ્ટેપ એક જેવા જ છે.

આ વીડિયોની સાથે દિવ્યાંકાએ લખ્યું છે કે, ‘લંડન માટે તૈયાર હતી, પણ આ એલિયન ડાન્સ કર્યાં વગર જવા નહીં દે.’ દિવ્યાંકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને 17 લાખથી વધુ લોકોએ જોયો છે.

You might also like