દિવ્યાંગોને હવે તમામ પદો પર મળશે ત્રણ ટકા અનામત : સુપ્રીમ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને તમામ પ્રકારનાં પદો પર દિવ્યાંગોને ત્રણ ટકા અનામત આપવાનો ચુકાદો આપ્યો હતો. આ આદેશ પહેલા કેન્દ્ર સરકાર ગ્રુપ એ અને ગ્રુપ બીનાં પદો પર દિવ્યાંગોને અનામત આપતી નહોતી. સરકાર માત્ર ગ્રુપ સી અને ગ્રુપ ડીનાં પદો પર જ અનામત આપતી હતી. કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગે 1997 અને 2005માં આ સ્પષ્ટતા કરી હતી.

જેનાં અનુસાર ગ્રુપ એ અને બી કેટેગરીમાં અનામત દ્વારા કોઇ ભર્તી નહી કરવામાં આવે. 30 જુને સુપ્રીમ કોર્ટનાં જસ્ટસ જે. ચમલેશ્વર અને અભય એમ સપ્રેની બેન્ચે પોતાનો ચુકાદો આપ્યાહ તા. આ આદેશ શનિવારે રિલિઝ કરવામાં આવ્યો. તેમાં દિવ્યાંગોનાં અધિકારોની સુરક્ષા અને સરકારી નોકરીઓમાં તેને સમાન અધિકાર આપવા અંગે વાત કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે આ બેન્ચે કહ્યું કે અણે સરકારને ગ્રુપ એ અને ગ્રુપ બીનાં પદો પર દિવ્યાંગ લોકોને ત્રણ ટકા અનામત આપવાનો નિર્દેશ આપીએ છીએ. સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે 1995માં બહાર પડાયેલા કાયદા બાદ સરકારી પદો પર દિવ્યાંકોની સંખ્યા ઘણી ઓછી થઇ ગઇ છે. તેમની એન્ટ્રીમાં આ એક્ટ નડતર રૂપ બની રહ્યો છે. પહેલા પણ હાઇકોર્ટે આ પદો પર દિવ્યાંગોને અનામત આપવાની વાત કરી હતી. પરંતુ સરકારે આ આદેશો પર સ્ટે લાવ્યો. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો દિવ્યાંગો માટે રાહતનાં સમાચાર છે. હવે તેમને સરકારી નોકરીઓમાં અનામત મળશે.

You might also like