દિવ્યાએ ભાગ્યેશ સિવાય અન્ય લોકો સાથે પણ મોબાઈલ પર વાત કરી હતી

અમદાવાદ: સાબરમતી નદીમાંથી અમરાઇવાડી વિસ્તારમાં રહેતી બે વિદ્યાર્થિનીની લાશ મળવાને મામલે હવે રખિયાલ પોલીસે રહી રહીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભાગ્યેશ અને દિવ્યા તૃષાલીના ફોન કોલ્સ રેકર્ડની તપાસ કરતાં ગુમ થયા બાદ બંનેએ માત્ર ભાગ્યેશ સાથે જ નહીં, પરંતુ અન્ય બેથી ત્રણ લોકો સાથે પણ વાતચીત કરી હોવાનું બહાર આવ્યું છે.

સૂત્રોનાં જણાવ્યા મુજબ દિવ્યાએ ફોન કરનાર વ્યકિતને જણાવ્યું હતું કે હું રિવરફ્રન્ટ પર ફરું છું. બાદમાં ભાગ્યેશ સાથે પણ વાતચીત થઇ હતી.
પોલીસ સૂૂત્રોનાં જણાવ્યા મુજબ પોલીસે ભાગ્યેશ અને દિવ્યા પાસે જે ફોન હતા તે ફોનના કોલ રેકર્ડની ડિટેલ્સ કઢાવી છે. પોલીસને જાણવા મળ્યું હતું કે દિવ્યાએ રપમીએ ભાગ્યેશને રિવરફ્રન્ટ પર મળવા બોલાવ્યો હતો. બાદમાં ભાગ્યેશ ‌રિવરફ્રન્ટ પર ગયો હતો, પરંતુ ત્યાં બંનેમાંથી કોઇ મળ્યું નહોતું.

સૂત્રોના જણાવ્યા મુજબ દિવ્યાના ફોન પર અન્ય બેથી ત્રણ વ્યકિતઓના ફોન પણ આવ્યા હતા. તેમને પણ દિવ્યાએ રિવરફ્રન્ટ પર હોવાનું જણાવ્યું હતું. પોલીસે તમામ ફોન કોલ્સ રેકર્ડની તપાસ શરૂ કરી છે. બીજી તરફ સૂત્રોના જણાવ્યા અનુસાર બંને વિદ્યાર્થિનીઓ મોડી સાંજે અથવા મોડી રાત્રે નદીમાં પડી હોઇ શકે.

You might also like